SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૨૫ સરળતા. સરળનો સામાન્ય અર્થ જે કોઈને છેતરે નહિ, પણ ગંભીર અર્થ તો એ છે કે જે સત્યની સન્મુખ છે, અનુકૂળ છે, જેણે પોતાના દ્વાર સત્ય માટે ખુલ્લા મૂક્યાં છે, જે પ્રગટ છે, જેણે પોતાની જાતને ખુલ્લી મૂકી દીધી છે અને કોઈ અવરોધો રાખ્યાં નથી તેને કહેવાય છે સરળ. આવા સરળ બનીને કેટલાંક સૂત્રો સમજવાં પડશે. અહીં એક સમસ્યા છે, એક ગહન પ્રશ્ન પણ છે અને સાથે અપૂર્વ ઘટનાનું વર્ણન પણ છે. આ વાત તર્ક અને વાદવિવાદથી પર છે, શાસ્ત્રોથી પર છે, માન્યતાઓથી પર છે, પણ ઘટના ઘટી છે, બીના બની છે, અને એ બીનાનું અલગ અલગ રીતે પૃથક્કરણ કરવામાં આવ્યું છે. વિશ્વમાં અધ્યાત્મનો એક મહાનિયમ છે. વ્યવહારમાં નાના અને મોટાની વ્યાખ્યા જુદી છે. સેવા કરનાર અને સેવાપાત્ર તેની વ્યાખ્યા જુદી છે, અને આધ્યાત્મિક જગતમાં જે વ્યાખ્યા છે તે વ્યવહારથી જુદી છે. બાહુબલી મુનિ અટકીને ઊભા રહ્યા છે. તેઓ એટલાં માટે અટક્યા છે કે પહેલાં મારાં નાનાભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી છે, તેઓ સાધુ બન્યા છે, અણગાર બન્યા છે, મુનિ બન્યા છે. હું વયમાં મોટો છું અને હું પછી દીક્ષા ગ્રહણ કરું છું, તો એમની પાસે જાઉં તો વંદન કરવા પડે. એક બારી ખુલ્લી છે કે જો હું કેવળજ્ઞાની બનીને જાઉં તો વંદન કરવા ન પડે. તેમને કેવળજ્ઞાન એટલા માટે પ્રાપ્ત કરીને જવું છે કે નાના ભાઈઓને વંદન કરવાં ન પડે. આધ્યાત્મિક નિયમ એવો છે કે વયમાં ભલે ગમે તેવડાં હોય, પરંતુ જેઓનો દીક્ષા પર્યાય વધારે હોય, જેઓ કેવળજ્ઞાન પામ્યા હોય તે મોટાં ગણાય. તે દૃષ્ટિએ બાહુબલીના નાનાભાઈઓ મોટા છે. તેમને વંદન કરવું પડે. જેઓ આ નિયમને અનુકૂળ થવા તૈયાર નથી તેમનું કેવળજ્ઞાન અટકી જાય. બાહુબલીજીને તેમના પિતાશ્રી ઋષભદેવ ભગવાન પાસે જવું છે. વિચાર થાય છે કે હું ત્યાં જઈશ તો મારે મારાં નાનાભાઈઓને પણ વંદન કરવા પડશે. હજુ તેમની દષ્ટિઉંમર ઉપર જ છે. શાસ્ત્રો એમ કહે છે કે હવે વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે નિર્ગથ થયેલા મુનિઓ જે તમારા વ્યવહારિક રીતે નાનાભાઈ છે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તેઓ તમારાથી મોટાં છે. તમે મોટાં હોવા છતાં પણ તમે નાના, આવી વ્યાખ્યા સ્વીકાર કરવામાં જે મન આડું ચાલ્યું છે તેની પાછળ અભિમાન-માન કામ કરે છે. એ અભિમાનનાં કારણે તેમને ઘણી મહેનત કરવી પડી. તેઓ યુદ્ધના મેદાનમાં બાર મહિના તપસ્યા કરી કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહ્યાં, બેઠા નહિ. આખું ચોમાસું પસાર થયું અને પલળ્યાં. કડકડતી ઠંડીમાં ઠર્યા, અંગારા વરસતાં હોય તેવી અસહ્ય ગરમી સહન કરી. સ્થિરતા તો એવી કે પક્ષીઓ પણ ભ્રમણામાં પડી ગયા કે આ જીવંત વ્યક્તિ નથી, આ તો વૃક્ષ છે. ત્યાં કબૂતરો અને ચકલાઓએ માળા બાંધ્યાં. આવું બધું થવા છતાં તેમને રુંવાટે પણ કંપન નથી અને વિકલ્પ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy