________________
લીધા પછી ભલેને સામેથી સિંહ આવે, ડરવાની કંઈ જરૂર નથી.
પ્ર :- પ વર્તમાનમાં દુઃખ, તે ભવિષ્યમાં સુખી : શી રીતે થવાને?
ઉ૦ - એ મન અજ્ઞાનને ગણાય. મહા અજ્ઞાનને. કેમકે સમાન્ય અજ્ઞાન ખેડૂત જેવા પણ સમજે છે કે આજે આંબે વાવીએ તે હમણાં તે ખેડતાં ધૂળજ મળવાની! પછી છોડવા મળશે, એ તે બે-પાંચ વર્ષે જ્યારે આ પાકે ત્યારે કેરીને સ્વાદ મળશે. અજ્ઞાન પણ આ સમજે છે કે વસ્તુના લાભ તે તે કાળે થાય. તે રીતે હમણું ધર્મનું શરણ લીધું તે ગ્યકાળે તે જીવને જબરજસ્ત લાભ આપશે. બાકી વર્તમાનમાં ય ધમ શરણથી હૃદયમાં પ્રગટેલા બળને ઓછો લાભ નથી.
શિખીકુમારે નક્કી કર્યું કે “મારે અહિંયા રહેવું યોગ્ય નથી.” એમ કરી મુંઝાયેલા પિતાની મુંદ્મણ અને માતાના સંતાપને ટાળવા એ કેઈને કહ્યા વિના ઘરમાંથી નીકળી ગયે. શેરીમાંથી અને નગરમાંથી રવાના ! પણ એ પુણ્યશાળી છે કે નગરની બહાર ઉદ્યાનમાં ગમે ત્યાં તેને વિજયસિંહ નામે આચાર્ય ભગવંતના દર્શન થયા.
પ્રકરણ-૩ વિજયસિંહ આચાર્ય મહારાજને સમાગમ. પહેલા ભવમાં શ્રી વિજયસેન અને બીજા ભવમાં