________________
૨૭૫
આનંદને છે, દુન્યવી કેઈપણ સંજોગ વિનાના સુખની તાલાવેલી છે, તે એ દાનાદિ બધા ધર્મ સાધવાને રંગ કેઈ ઓરજ આવવાને ! નહિતર તે, વિચારે કે એ ધર્મ તે સાધીએ છીએ છતાં એવા અઢળક રંગ નથી ઉછળ, અને વાત વાતમાં ચિત્ત એમાંથી ખલિત થઈ જાય છે. એનું કારણ શું? એજ કે દુન્યવી બીજી બીજી સગવડના, બીજા બીજા વિશ્વના સુખી હયે એવું સ્થાન જમાવી બેઠા છે કે ત્યાં મોક્ષસુખને સ્થાન નથી; પિતે જ બધા સર્વાધીશ, એટલે એ ચિત્તને ધર્મમાંથી વચ્ચે વચ્ચે તાડ્યા કરે છે. બીજી ત્રીજી જિજ્ઞાસાઓ, કે આતુરતાઓ મૂળમાં જગતના વિવિધ સુખના રાગને લઈને છે. જે એ સુખ ઉપર હાડોહાડ અરુચિ હેત, તે એની આતુરતાએ શાની ઉઠે? ત્યારે એ સુખના રાગને નિર્બળ કરનાર છે મોક્ષસુખને રાગ. એને હૈયે સારો ઝળકતે કરી દેવું જોઈએ. હૈયું એ સુખના વલખાં મારે એની કલપનાની મિઠાશ અનુભવે. એની ભારેભાર પ્રીતિ મનને ને હૃદયને એટલું બધું ફેરું રાખે કે જગતના સુખના અને એના સાધનના વલખાંના ભાર ઉતરી ગયા હોય.
ત્યારે માનવહૃદયની વિશેષતાય શી ! જે એવા મેક્ષસુખની ઝંખના ન ઉભી કરી દીધી? મોક્ષસુખને અવિહડ રાગ હૈયે જે ન મહાણી દીધો? પણ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મેક્ષના સુખને રાગ એટલે ખાનપાન, મનમર્તબે, કામ ભેગ વગેરે ન હોવાને પ્રેમ શું? ન હોવાને