________________
૩૩૬
ચારિત્રધર્મને ઉપમાઓ –
જીવનભર આ ચારિત્રધર્મ પાળ એટલે માત્ર બાહુ વડે મહાસમુદ્ર તરવા જેવું ભીષ્મ કાર્ય છે, નિઃસ્વાદ રેતીના કેળીયા ખાવા જેવું છે, અણીદાર તલવારની ધાર પર ચાલવા જેવું છે, સારી રીતે આહુતિથી ઊંચી જતી અગ્નિની જવાળાઓને હાથેથી નીચે પાડવાં જેવું આ કાર્ય છે, સૂકમ પવનથી કેથળાને ભરવા જેવું છે. ભારી ગંગા પૂરના સામે પ્રવાહે તરવા જેવું છે, મોટા મેરુ પર્વતને તેલવા જેવું એ દુષ્કર કાર્ય છે, એકલે હાથે હયદળગજદળ-રથદળ-પાયદળ એ ચતુરંગી સેનાને જીતવા જેવું છે, સામસામી ભમતા અર્ધ ચકના ઉપરની રાધા (પુતળી) ને વીંધવા જેવું છે. પૂર્વે કદીય નહિ વરેલી ત્રિભુવન જય પતાકાને વરવા જેવું છે. શ્રમણપણું, સાધુપણું આ ઉપમાએ દુષ્કર છે. - ગુરુ મહારાજની વાણી સાંભળીને શિખીકુમાર કહે છે, “ભગવંત, આપે જે કહ્યું તે બરાબર છે. કિંતુ સંસારના ભયાનક સ્વરૂપને જાણ્યા પછી એવા સંસારના વિયેગ માટે તૈયાર થયેલા જીવને સંસારને ઉછેદ કરનારૂં સાધુપણું કાંઈ જ દુષ્કર નથી” - આચાર્ય ભગવંત કહે છે. બરાબર એમજ છે. છતાં તે જ સંસારનું ખરાબ સ્વરૂપ નજરે દેખાવા છતાં પૂર્વના અનેક ભથી ચાલી આવતી વાસનાઓ જીવને મુંઝાવી દે