________________
૪૧
વિકસાવવી હોય તો કેટલી હદ સુધી વિકસાવી શકાય એને આ નમુને છે. જિનધર્મની પ્રાપ્તિને કલ્પવૃક્ષ મળે ગણે છે! રોમે રોમમાં જિન ધર્મ પ્રત્યે અટલ આસ્થા જમાવી દીધી છે! એવી, કે માત્ર પિતાના જીવનમાં જ નહિ પણ જગતમાં ય જ્યાં જિનધર્મની પ્રાપ્તિ દેખાય ત્યાં દિલ ઠરે, ત્યાં જ સામાની ઉન્નતિ દેખાય, એ સિવાય તે વૈભવને ઢેર હાય સમ્રાટપણની હકુમતે ય હેય, દિગંતવ્યાપી યશકીર્તિ ય હોય, પરંતુ એ વધુ ફજુલ અને મહાદુઃખદાયી દેખાય. ભલેને એ પિતાના પુત્રાદિમાં ય હેય પણ જે ત્યાં જિનધની પ્રાપ્તિ નથી તે દયાપાત્ર લાગે.
પ્રકરણ-૪૮ સમાધિદાતા પંચ નમસ્કાર સાચા અધિકારને પરખે; એને બજાવે – શિખીકુમાર મહર્ષિને હવે ઝેર ખૂબ જ વ્યાપી ગયું છે. જિનધર્મ પ્રત્યેની અટલ શ્રદ્ધાને લીધે એ આગળ વિચારે છે કે “ત્યારે હવે તે હું પણ સુમ રામે પરમ પંચનમક્કારં હું પણ બાકીની ચિંતા શા માટે કરું? પરમપદ મોક્ષ પામવામાં જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલા શ્રેષ્ઠપંચ નમસ્કાર મંત્રને યાદ કરું.' પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ નવકારમાં લીન થઈ જાઉં ! કેમ આ વિચારે છે? એમ સમજીને, કે