________________
૪૮૨
જીવન મારા હાથમાં નથી, મરણ મારા કહ્યામાં નથી. દેહના પર મારો કે અધિકાર નથી. એક માત્ર મારું પુણ્ય હોય તે નવકારનું સ્મરણ, વગેરે ધર્મચિંતન પર મારે અધિકાર છે. જે અધિકાર મને ખ્યાલ કરી દે એમ છે! તે અધિકારની વાત છેડી બિનઅધિકા રની વાતમાં શા માટે પડું?
સમજાય છે? દુનિયાની બધી ધાંધલ બિન આધકારની ચેષ્ટા છે, ત્યાં જ્યાં ધાર્યું ઉપજતું નથી, જે તમારા કહ્યામાં કંઈ જ નથી, એના માટે ચોવીસ કલાકની દડધામ છે! જ્યાં અધિકાર છે તમારે મહાન પુરુષના ગુણગાન પર, ઉત્તમ દાનાદિ ધર્મ સાહસે પર, એ પણ છતાં લખલૂટ લાભ અપાવનાર, એ કરવાનું હજી દિલ થતું નથી મહાત્મા સમજે છે કે “માતાને અપયશ ટાળવાનું મારા હાથમાં નથી, પણ નમસ્કાર મંત્રનું સ્મરણ મારા હાથમાં છે. શરીરમાં ઘેર પીડા છે, ત્યાં આ મુનિપુંગવે એને લેશ પણ વિચાર ન કરતાં નવકાર મંત્ર તરફ વળે છે, કેવી સરસ અધિકારની બજવણું !
પાછી ખૂબી તે એ છે કે પિત મહાશાસ્ત્ર ભણેલા છે, ઊંડા અભ્યાસી છે તત્વજ્ઞાનના, છતાં અંતકાળે નવકાર મંત્રના સ્મરણમાં જ લીન થવાનું વિચારે છે. બીજું તત્વજ્ઞાન ખરું, પણ પંચપરમેષ્ઠી નમસ્કાર એ મહાતત્વજ્ઞાન છે.
પ્ર. – તે તે બીજું જાણવા-ભણવાની શા માટે મહેનત કરવી ? એકલો નમસ્કાર મંત્ર જ નહિ ?