________________
४८०
(૨) વર્તમાનમાં જે અશુભ હાલત ભેગવીએ છીએ એ સૂચવે છે કે ભૂતકાળમાં આપણે ખેટું કર્યું છે, સારું નથી કર્યું. તેથી અહીં પણ એના બેટા સંસ્કારથી બેઠું કરીએ છીએ, પરંતુ ખરું જોતાં જેમ અજીરણથી બેટી ભૂખ લાગે છે છતાં એને જે દબાવીએ છીએ અને કશું ખાતા નથી તે અજીર્ણ મટી જાય છે, તેમ બેટી વૃત્તિ પ્રવૃત્તિને દબાવીએ તે કુસંસ્કારે ધીમે ધીમે મટી જાય છે.
(૩) ત્રીજી વાત એ છે કે અહીં જે બીજાના નિમિત્તે પણ આપણને સોસવું પડે છે એમાં ય વસ્તુ ગત્યા આપણાં જ પૂર્વના દુષ્કૃત્ય જવાબદાર છે, તેથી બીજાને દોષ ન દેતાં ક્ષમા આપવી જોઈએ. એનું ભલુ ઈચ્છવું જોઈએ, એની દયા ખાવી જોઈએ.
એટલે મહર્ષિ માતાની દયા ખાય છે. આ બધી આરાધના છે હોં. એથી ભવાંતરે લેશ પણ દુર્ભાવ આદિ મેલ સાથે આવતા અટકી જાય છે. હવે એ મહાત્મા આગળ વધી વિચારે છે કે “સંસારવાસને લીધે અપયશ પામતી માતાને પણ હવે મારે શેક શો બહુ કરે? એને બદલે ખુશી થવા જેવું છે કે છેવટે ય એ બિચારીને મેક્ષસુખના ફળ આપનારા જિનધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિ કરાવી!? સારું થયું કે તે પણ ધર્મ પામી ગઈ, એમ મહાત્મા વિચારે છે ! એમની નજરમાં એના વર્તમાન દુષ્ટ કાર્ય નથી ચઢતાં, ધર્મ પ્રાપ્તિ ચઢે છે! હૈયાની વિશાળતા અને દુષ્ટમાં પણ સારૂં તત્ત્વ જેવાની વૃત્તિ