________________
૪૭૯
સીમાડા લંઘી દિવ્ય જીવનમાં વિહરવાનું કરાય ત્યારે આ બની શકે. સ્વાત્માને શુદ્ર અને અધર્મ ભાવનાઓમાં તણાઈ જતે અટકાવી ભવ્ય સદુભાવનાઓમાં જ વિહરતે રાખવાનું સત્વ ખીલે શુરાતન ખીલે તે જ આ બની શકે. એમાં ભયંકર અપરાધી પ્રત્યે પણ ભાવદયાના નિર્મળ ગંગાપ્રવાહ વહી રહ્યા હોય છે, જેની તેજસ્વી તવારિખ પછીના નિસત્વ ઇને ભવ્ય દયા-ક્ષમા નિસ્પૃહતા આદિ કેળવવાના મહાસત્ત્વ શીખવે છે.
મહર્ષિ શું કરી રહ્યા છે? અંતિમ આરાધના ! એમાં અનશનની જેમ આ ય આવે ને? પિતે માતાને કલેશકારી, અને માતા બિચારી અનાર્ય લેકના અપયશની ભાગી ! કેમ એમ ? પાપી સંસાર જ એ છે કે જ્યાં સારાને અપયશ મળે છે, અને દેષિતને યશ મળે છે ! પરંતુ મહર્ષિ વિચારે છે કે માતાને અપયશ મળવામાં કારણભૂત એના પૂર્વ કર્મની વિચિત્ર ગતિ છે, એવા કર્મને અંત લાવનાર આવાં કહુફળ છે, માટે ચાલે એ એનું પ્રાયશ્ચિત્ત થયું, ને કર્મ નાશ પામ્યું. | મુનિ વિચારે છે કે પૂર્વે મન-વચન કે કાયાથી દુષ્કૃત્ય કર્યા હોય એનું અશુભ જ ફળ આવે.” વાત સાચી છે. બાવળીયાના વાવેતરમાં પછી કેરીઓ ક્યાંથી મળે ?
આમાં ત્રણ શિખામણે મળે છે – (૧) અશુભ વિચાર-વાણી-વર્તાવ કરીએ છીએ, પણ ધ્યાન રાખવાનું કે એનું ફળ ખરાબ જ આવશે.