Book Title: Jalini Ane Shikhi Kumar
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Karyalay

View full book text
Previous | Next

Page 514
________________ ૪૮૩ —ના, મીજી તત્ત્વજ્ઞાન નમસ્કાર મંત્રના રહસ્યને, ઉંડા પરમાને, એની મહાવિશેષતાઓને સમજાવે છે માટે એ અવશ્ય મેળવવુ પછી જે નમસ્કાર સ્મરણ થાય એ કેઈ અજબ કેાટિનું ! નમસ્કારનું ધ્યાન એ મહાતત્ત્વજ્ઞાન છે, એના અક્ષરમાત્રનું ચિંતન પણ અસખ્ય કાળના પાપના નાશ કરે છે! મહાન સદ્ગતિ અપાવે છે! તવાના મૂળભૂત પાંચપરમેષ્ઠિની એ ટના કરાવે છે! મહા પવિત્રના મરણ દ્વારાએ મહા દ્વેષભર્યાં જીવને પણ પવિત્ર કરે છે ! એવા વિશ્વ શ્રેષ્ઠ પંચપરમેષ્ઠીને નમસ્કાર એ આત્મામાં મહા નમ્રતા સજે છે! એવી મહા કામળતા ઉભી કરે છે કે જ્યાં પછી પાપ ચાંટી શકતા નથી, અને આત્માના આંતરિક દબાઈ ગયેલા ગુણને પ્રગટ થવાના અવકાશ મળે છે! મહર્ષિ સ્વગે :—માટે જ વાર વાર નમસ્કાર મંત્ર સ્મરા, દિવસે કે રાત્રે અમુક સમય એકાંતમાં નમસ્કારના ધ્યાનમાં ઠીક ઠીક પ્રમાણમાં લીન અનેા. મહામુનિ શુભ અધ્યવસાયમાં ઝીલતા પચનમસ્કારની ભાવનામાં લીન થઈ ગયા! ભાવના એટલે ? એ, કે જેનાથી આત્મા ભાવિત થાય-દૂધમાં નાખેલી સાકરથી દૂધ એવું ભાવિત થઈ જાય છે કે સાકરના મીઠા સ્વરૂપને પેાતાનુ' સ્વરૂપ બનાવી દે છે. દૂધના કણે-કણુ સાકરમય મીઠા મીઠા થઈ જાય છે. બસ એવી રીતે આત્માના પ્રદેશે પ્રદેશ પચનમસ્કામય થઇ જવા જોઇએ. જાણે પ્રદેશે પ્રદેશે નમસ્કારના ગુંજારવ ચાલતા હાય,

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516