________________
४८४
પ્રદેશ પ્રદેશ પંચ પરમેષ્ઠીનું શરણું સ્વીકારવા સાથે એમને સમર્પિત થતા હોય; પ્રદેશ પ્રદેશ એમને ચરણે તમય થઈ રહ્યા હોય. ભમરીના ગાઢ ગુંજારવમાં ઈયળને ભ્રમરના એક ધ્યાન, એકતાનતાની જેમ આત્માને સવશે પંચ નમસ્કારનું જ એક ધ્યાન લાગે, એકતાનતા લાગે. આ બધું લાવવા માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત રૂપી પંચપરમેષ્ઠી અને એમને નમસ્કારની અસાધારણ વિશેષતાઓ, સર્વોત્તમતા, ને એકાંત અનન્ય હિત કારકતાની સચોટ વિશ્વાસભરી જોરદાર ભાવના ભાવવી જોઈએ. શિખીકુમાર મહામુનિ પંચનમસ્કારની ભાવનામાં લીન બની તરત જ આયુષ્ય પૂર્ણ થયે કાળ કરીને પાંચમા બ્રહ્મ દેવ લેકમાં નવ સાગરોપમના આયુષ્યવ ળ ઉંચી કેટિના દેવ તરીકે જન્મ પામ્યા. જાલિનીએ મહપિને ઘાત કરવાનું ઘેર પાપ કર્યું તે કર્યું, પણ પાછો ઉપરથી એની અનુમોદનામાં ચઢી ! ઉગ્ર અશુભ કર્મ ઉપાજ્ય ! અંતે જીવન પૂરું કરી બીજી નરકના ભયંકર દુઓમાં ત્રણ સાગરોપમના અસંખ્ય વર્ષો માટે જઈ ફસી. જીવન વિનવર બંને ય માટે, પણ ધર્માત્મા જીવન જીતી ગયા અને આ પાપાત્મા જીવન હારી ગઈ!
કષાયનું અનર્થકારી પરિણામ વિચારી જીવનમાં ડગલે ને પગલે પ્રગટની કષાતી આગને જિનવાણીના ઉપશમરસથી ઠારી સમતા-સમાધિ અને આત્માની શાંતિ પામે.
(ત્રીજે ભવ સમાપત.)