________________
એવી જ રીતે તપાસ પૂરી કરી નિર્દોષ જાણી લીધું, પણ પછી જે દેષિત લાગ્યું તે એને પરડવી જ દેવું જોઈએ; જંગલમાં એકાંત નિર્જીવ જગાએ ત્યજી દેવું જોઈએ. ત્યાં એ વિચાર ન કરાય કે “પણ એમ પરઠવે તે કેટલા જીવ મરે? એના કરતાં અંદર પરઠવે તે શું ?” ના, પરઠવ્યા પછી એની મૂછ ઉતારી નાખી કે એના પાપના ભાર ઉતરી ગયા ને દેષિત જાણવા છતાં અંદર પરઠવી કે અંદર પહેલે દેષ તરફ ધિો બનેલે આત્મા બગડ્યો! વળી બગડેલો આત્મા તે ભવિષ્યમાં કેટલાયને બગાડશે. હૃદય ડુિં પડી ગયું એટલે ખલાસ કુણાશ જતી રહ્યા પછી તે પરભવે ઘાતકી અને હિંસક બની જવાને ! એમ શુભ કુણા પરિણામની ધારા ન બગડે માટે પરડવી જ દેવાનું, એમાં દેષ તરફ જાગ્રતિ રહી.
માતાનું આગળ કપટ –
શિખીકુમારના નિષેધમાં તે માતાએ જોયું કે કંઈ ઉપયોગ લાગે એમ નથી, માટે છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. સ્ત્રીનું છેલ્લું શસ્ત્ર કયું? રુદન. રોવા જેવી થઈ ગઈ. “અરે દિકરા, આ હું જે પાછું લઈ જઈશ તે મને જરા પણ શાંતિ થવાની નથી ! જે આટલે લાભ ન મળે તે હું તે મહા હીનભાગિણી ! લાખ રૂપીઆના સાધુ મળ્યા, પણ હું તે અભાગિણીની અભાગિણી માટે કંઈ પણ બોલ્યા વિના મારૂ આટલું લેવું પડશે !' જેટલી માતા કપટી છે એટલા જ