________________
સુકૃતની અનુમોદના – સર્વે જીવેને ક્ષમાપના પછી અરિહંતના સુકૃતથી માંડી નીચામાં નીચે ઠેઠ માર્ગનુસારીના પરોપકાર આદિ ગુણ સાચવવા વગેરે જે સુકૃત, તેની અનુમોદના કરી લેવી! આ પણ એક જબરૂં આરાધનાનું અંગ છે. સુકૃતની અનુમોદના કરવા દ્વારા અંતરાત્મામાં અના ઉંડા સંસ્કાર નાખી જીવ આગળ માટે સુકૃતની રુચિને સ્વભાવ ઘડે છે.
(૫) શરણ અંગીકાર – શરણું એટલે જગતની બધી આળપંપાળ પરથી પોતાનું દિલ ઉઠાવી લેવું, આસ્થા ઉઠાડી લેવી. જગતમાં કેઈની ઓથ કામ લાગે એમ નથી. જે કેઈનું ય શરણ કામ લાગે એમ હોય તે તે માત્ર અરહિંતાદિ ચારનું જ વ્યક્તિરૂપે અરિ. હંતાદિ કાંઈ હાથ પકડી ને ઉપાડવા ન આવે! એ એમનાં સ્થાને હોય ! છતાં નગરના એક મકાનમાં એક ખૂણામાં પણ મરવા પડેલાએ આ શરણું અંગીકાર કર્યો કે એ જબરદસ્ત એથ પાયે ! એવી ઓથ કે પુણ્યકર્મ જાણે કહે છે, “હવે બધું પરલેકનાં સ્થાન શરીર એને સંયોગોનું અમે સંભાળી લઈશું !” તમારા હૈયામાં વજ જેવી મજબુત અરિહંત પર આસ્થા રાખે, એનું શરણું રાખે, એમનાથી જ બધું સારું થાય છે, તેમ એની સામે જગતની હરેક વાતને મુદલ તણખલા જેવી જ ગણે, આ તમારે કરવાનું છે, તમારે બીજી કઈ હોય કે ચિંતા નથી કરવાની, પુણ્ય ચિંતા કરી લે છે. અરિહંત-સિદ્ધ-સાધુ