________________
૪૭
મન મારી દયા સહિષ્ણુતા જાળવવી સહેલું કામ નથી. મન મજબૂત કરવું પડે છે, અને એથી સત્વ ખીલે છે.
ખોટા સંગ તે ડગલે ને પગલે મળે છે, માટે જ સાવધાન ડગલે ને પગલે રહેવાનું. બજારમાં જઈને જ્યાં દેખાય છે કે “આટલું જુઠું બેલું તે આટલા રૂપિયાને લાભ થાય, પણ બેલું નહિં તે ઓછું મળે છે તે પણ એ છે ચલાવી શકાય. આવા પાપથી આત્માને કાળે નહિં કરૂં ! ઓછું ખાધેલાનું દુખ જે નહિં પડે, તે આવું ખાધેલું પડશે !” આ આત્માને વ્યાયામ થયે. એવી શરમ- લાલચ જવા માંડી કે બસ અસવ ખલાસ ! જીવ મહારથી બનવા માંડશે! એ સર્વ કેણ ખીલવી શકે ? રૂપિયાના આધારે જીવનના લેખા માંડનાશે નહિ, દુનિથાના માન-પાન, ઈજ્જત, આબરૂ પર જીવનની ઉન્નતિઆબાદીના માપ કાઢનારે નહિં. એ તે એજ વિચારના સર્વ કેળવી શકે કે “અસત્ય-અનીતિ ન કરૂં તે કષ્ટ કેટલું? અને કરૂં તે પરિણામે દુઃખ કેટલું ? સંસારની વિકથામાં એક-બે કલાક ન ગુમાવું તે દુખ કેટલું ? ને વિકથામાં પડું તે એમાં જે આત્મામાં ઘેર કાળાશ લાગે તેનું ભવાંતરમાં કટુફળ કેટલું ! હું નિંદા વિકથા સાંભળવા હરગીઝ તૈયાર નથી ! સત્વની તાલીમ ક્યાં મળે ? ઠામ ઠામ મળે ! ઘરમાં જરાક કેઈ ચડભડી ઉઠે ત્યાં મળે ! ને કોઈ અનુકૂળતા દેખાડનાર મળે ત્યાં પણ મળે ! કુટુંબી બહુ અનુકૂળ હોય ત્યાં પણ સાવ