________________
૪૭૪
કેળવવાનો અવસર છે, જે લપટાઈ ન જઈએ તે. લપટાયા, ગદગદ થયા; એશિયળ થયા તે સત્વહીનતા વધશે. સુખ-માત્રમાં આ ધ્યાન રાખવાનું છે કે જડની સગવડમાં જડના એશિયાળા નહિ બનવાનું; ઉલટું વધારે ગંભીર, વધારે તૃપ્ત અને વધારે સાવધાન બનવાનું. તે સવની કસરત થઈ ગણાય તે સત્વ ખીલે.
શિખીકુમાર મુનિ મહાસાવિક છે. એનું મૂળ કારણ એમણે ધર્મરૂપી કલ્પવૃક્ષની કિંમત આંકી છે, એટલે બીજા પરના ઠેષ વગેરે રૂપી અધમ બાવળીયાને વળગ વાને બદલે ધમકલ્પવૃક્ષને વળગે છે. સારું થયું કે આવા
પ્રસંગે સંસારને સ્વભાવ ઓળખાવી દીધે! તમારે દેખાય છે કે નહિં કંઈ આવું? ના, આંખે કમળે છે એટલે એ બરાબર દેખાતું નથી. બીજું જ દેખાય છે ! “સંસારને સ્વભાવ શું છેટે છે? એ તે આ સામો જ ખરાબ છે, અને મારી સામે આમ વર્તે છે. પણ જુએ કે સીતાજીએ શું વિચાર્યું ? “સંસારના સ્વભાવે આ કર્યું છે, તે એવા સંસારને મારે હવે ખપ નથી ! રડી રૂપાળી જૈનધર્મરૂપી કલ્પવૃક્ષની શીતળ છાંયડી મૂકીને સંસ્કારના જેઠ મહિનાના ધીખતા ઘેર તપારાંમાં તપવા કોણ જાય? ધર્મના વિમાનમાં ઉડવાનું મળ્યા પછી સંસારને પગઘસરડો કેણ કરે ? ધર્મમાં મહાન આશ્વાસન અને શાંતિ મળે છે, તે પછી સંસારને નકરો અવિશ્વાસ અને અશાંતિ કોણ સ્વીકારે ? જેટલી સારી ઉપમાઓ અને સારા