________________
મહર્ષિ સાવધાન છે! આત્માની વિચારણાથી જાગ્રત છે! જેમ આ શરીર ઢળી પડ્યું, તેમ મન પર અને આયુષ્ય પર પણ અસર થઈ જશે તેમાં હું કંઈ સાધના નહિ કરી. શકું ! માટે અંતિમ સાધના કરી લેવા દે ” એમ કરીને તરત જ વિધિપૂર્વક અણુસણ ધારી લીધું.
જૈનશાસનની આ એક જબરદસ્ત બક્ષિસ છે, કે જીવનભર કંઈ ન કરનાર આત્મા અંતે પણ જે સમજી લે કે હવે નક્કી કરવાનું છે, માટે અંતિમ આરાધના કરી લેવા દે, તેજ તે ધર્મને એકડે માંડી શકે છેપાર્વકુમારનાં દર્શન પર, નવકારમંત્રના સ્મરણ પર અને અણ સણના શરણ પર જિંદગીને પાપી સાપ મરીને તરત ધરણેન્દ્ર થયો ! એક જ અંતિમ આરાધનાને પ્રભાવ! એવા ઢગલાબંધ દાખલા છે. ઠેઠ સુધી કંઈ નહોતું કર્યું. છેવટે શુદ્ધિ આવી, તે ગશાળા જે મરીને બારમા દેવલોકે! કેમ? મરતી વખતે એ ઘેર પશ્ચાત્તાપ કર્યો! કર્મ કહે છે કે “ળિયાની પલટ વખતે તને જે સાવધાની છે, તે એકવાર તે તને તારૂં બધું જૂનું ભૂલીને સારું આપવું પડશે! હમણાં ચાલ દેવલોકમાં ચઢાવી દઉં.”
ળિયાની પલટ સમજે છો ને? મરતી વખતે જે શુમ ભાવનામાં ટકી રહ્યા તે સદ્ગતિ નકકી. સાપને ધરણેન્દ્રપણું! જીવનના અંતકાળની પણ આરાધના આટલું ફળ અપાવે તે જીવનભરની આરાધનાને લાભ કે? ગોશાળાના જીવનમાં પહેલાં કંઈ નહેતું, તે બારમા સ્વર્ગથી