________________
૪૭
આવે ! કેમ વારં? એને કેઈ ચરમાવર્તને કાળ જ મળતું નથી ! અરે ! ગમે તેટલા ચારિત્ર લઈ નાખે, છતાં પણ છેલ્લું ચરમાવર્ત ન મળે ! ત્યારે તમારા જેવા ભવ્ય જીવને સહેજે મળી જાય, એ કેવું મહાભાગ્ય !તે મળવા છતાં જે દુઃખી જીવ પર દયા નથી જાગતી, દયા આચરી શકાતી નથી, તે કેટલી અફસેસની વાત ગણાય ! માનવ જીવનના મૂલ્ય આમાં છે. ધ્યાન રાખજે પુગલ પરાવર્ત માં દાખલ થઈ જવા માત્રથી દયા આવી જાય એવું નથી. ભારેકમી હોય તે કંઈન બને, અશુભ નિમિતે માં પડ્યો-પાથર્યો રહે, પુદ્ગલને જ ઘેલી બન્યો રહે ત્યાં સુધી પથરા જે હોય! આમ ચરમાવર્તમાં જીવ ધર્મને પુરુષાર્થ કરે છે, તેથી ગુણ આવી ગયા એમ ન કહેવાય, જીવ ચરમાવર્તમાં આવી ગયે, એમ ન કહેવાય, કેમકે એમ પુરુષાર્થ તે અચરમાવર્તમાં પણ ક્યાં નથી કરતા?
પ્ર. –તે ચરમાવતમાં આવ્યા તે શી રીતે ખબર પડે?
ઉ૦ – કે એવા કાળે જીવનની એકાદ પળે પણ સંસાર પર તિરસ્કાર છૂટે કે “આવી રીતે મારે ભમ્યાજ કરવાનું? આનું આજ કર્યા જ કરવાનું? અહે, કયારે મેક્ષ થાય ને આ જંજાળ છુટે !” આવી દષ્ટિ જેને જાગે તે ચરમાવર્ત માં! અવસરે એવું ય બને કે ચરમાવતને છેડે પણ આ દષ્ટિ જાગે ! પણ એટલું ધ્યાનમાં રાખજે કે મેક્ષની મુસાફરી મેળવનારા તે પિતાના પુરુષા