________________
૩૫૯
રાજા નિઃશંક બની ગયે એટલું જ નહિ પણ બીજી જ ઘડીએ ચારિત્ર લઈ ન શકવાથી શ્રાવકના તે, દેશવિરતિ સ્વીકારી લેનાર! મહાન સાધક જે બની ગયે. કેમ બન્યું ? સુંવાળાશ અને સુકોમળતા ભૂલવી જોઈએ. ગુરુએ હાથ પકડ્યો. દુનિયાનું કાંઈ ખેદજનક દર્શન, એકાંતમાં મંથન, કોઈ સંતનું વચન શ્રવણ, બસ, ચાનક લાગવી જોઈએ એથી. માટે ધ્યાન રાખવું જોઈએ કે ગમે તેને ગમે ત્યારે વૈરાગ્ય થયે-બનાવટી ભૈરાગ્ય નહીં ! સાચો વૈરાગ્ય જોઈએ. સાચે એટલે કે જેને સમજ છે કે સાધુપણામાં સહન કરવાનું સારૂં. પાપ કરવાનું બંધ થશે. બીજી બાજુ કમ ખપાવવા સહન કરવાનું મળશે,' આ વૈરાગ્ય થયે! એ અકસ્માત નથી, પૂર્વ જીવનમાં કરી મુકેલાં વૈરાગ્યનાં અભ્યાસનું પરિણામ છે અહીં તત્ત્વપ્રકાશથી થયેલ ધર્મશ્રદ્ધાનું પરાક્રમ છે.
આચાર્ય મહારાજ નાસ્તિકને કહે છે, “પરલોકમાં જનાર આત્મા જેવી ચીજ નથી, તે આ શરીર કેમ ચાલે છે? નિશ્ચતન પાંચ ભૂતનું આ શરીર છે. એમાં ચેતના કેમ ઉભી થઈ ગઈ ? થઈ તે પછી મડદામાં કેમ નહિ? મુળ વાત તે એ છે કે આ શરીરને પાંચ ભૂતને સમુહ કહે છે ને? આકાશ, વાયુ, પૃથ્વી વગેરે એકલામાં ચેતનાને થડે પણ ગુણ છે? કાષ્ઠનું પાટિયું, પાણીનું પવાલું, માટીને ઘડે છે કયાંય એમાં ચેતના ? જેના પ્રત્યેકમાં અંશેય કંઇ ન દેખાતું હોય, તેને સમુદાય ભેગે થાય તે પણ એમાં કંઈ