________________
૪૧૩
કરી જેવું ભાષણ અહીં કર્યું હતું તેવું ત્યાં કહે છે. બધી વિગતને હૈયાને ભાવ દેખાડીને એવી રીતે વસ્તુ રજુ કરી.
શિખીકુમારમુનિ તરીકે સમરાદિત્યને ત્રીજે ભવ છે. મુનિ બન્યા છે, અહીં પવિત્ર છે, પણ પૂર્વકૃત પાપ ઉભા છે, તે સામા આત્માને પાપ આચરવાની કેવી સગવડ મલી જાય છે, એ જુઓ! ધ્યાન રાખજે,
માતા પાપબુદ્ધિ જે કરે છે તે આમના કર્મના ઉદયે નહિ, એ તે માતાની પિતાની જ ભૂલ છે પરંતુ માતા દ્વારા એ પાપબુદ્ધિથી કરાતા જે દુષ્કૃત્ય, તેના ભાગ જે આમને બનવું પડે તેમાં આમના પિતાના પૂર્વના કોઈ રહી ગયેલા તેવા અશુભ કમનો ઉદય કારણ છે. ખેર ! માતા કેટલે પહોંચી! કષાયમાં અટવાઈ ગયેલે જીવરૂપી નાને જંતુ, મનમાની શાંતિ માટે. પુણ્ય ઉદયે મળેલી સાધન સગવડથી હું ધાર્યું કરી લઉં –એ રવાડે ચઢી જાય તે ઘોર પાપ આચરે છે ! શિખીકુમારે માતાનું કંઈ પણ બગાડયું નથી! એવા પર પણ જાળ પથરાય અને એવાને ફસાવાનું થાય, ત્યાં કહો જગતમાં કર્મની જોહુકમી નીચે માણસનું ધાર્યું થવાની વાત કયાં રહી? ઉલટું એમાં તે ધાર્યું કરવા માટે જે કાંઈ આડીઅવળી ધાંધલ કરી તે તેની કાળાશ હૃદયમાં જામે! અને તેનાં પાપ માથે ચઢે! શિખીમુનિ એવું કશું કરતા નથી. ત્યારે પેલીએ એક પાસો ફેંક્યો ને પિબાર પછી જામી ગઈ! કહેવરાવે છે કે “આપ તે મહામાર્ગે જવા નિકળ્યા છે