________________
૪૧૧
આમ જ્યાં કહે છે, કે સોમદેવ હોશિયાર છે, તે કહે છે: જુઓ, મહારાજ, માતાજીએ તે કહેડાવ્યું છે, ને એ ગમે તેમ તે ય સ્ત્રી જાતિ ! અને સ્ત્રી જાતિ એટલે એનું હૈયું બહુ નાનું! વિશાળ નહીં ! અવિવેકનું જ ભાજન! અવિચારી જ કાર્ય કરવાની આવડત ! મનમાન્યું લાગે તે કરી નાખે ! ચંચળ સ્વભાવ ! કેઈ-સ્થિરતા ન મળે ! ઘડીમાં મિત્રતા ને ઘડીમાં શત્રુતા! ઘડીમાં વહાલ ને ઘડીમાં દ્રષ! ઈષ્યનું તે જાણે ઘર ! ઉત્પત્તિસ્થાન ! દુરાગ્રહમાં રક્ત ! અને આ બધા પર ડગલે ને પગલે પાછો પશ્ચાત્તાપ કરે ! હલકું કાર્ય તુર્ત કરી નાખવા ય શૂરવીર અને પા છે તરત પસ્તાવે કરવા તૈયાર આ અમારી સ્ત્રી જાતિ છે! તમે તે પુરુષ છે; ગંભીર હૃદયી છે, વિનય વિવેકનું સુપાત્ર છે! વિચાર પુરુષ એટલે વિચારપૂર્વક કામ કરવાની આવડત ! સ્થિર સ્વભાવ ! કૃતજ્ઞ ! જ્યાં પ્રેમ કરે ત્યાં ટકાવી રાખે તેવા દઢ ! આજુબાજુની ચારે પાસનો વિચાર કરનારા ! તમે એ સ્થાને છે ! એણે તે કહેવરાવ્યું છે કે “તમે મારા સ્ત્રીસ્વભાવને ઓળખ્યા વિના કેમ એકદમ નીકળી ગયા ઘરમાંથી ? વિચાર તે કરે છે ? અમારે તે પાપ પણ કરવા જોઈએ ને રેવા જોઈએ ! બીજી પણ મહત્ત્વની વાત એ છે કે આપ મહાન પરાકના ઉત્તમ માર્ગે નીકબેલા છે. હું સંસારના કીચડમાં છું ! જરૂર, કઈ અવ. સરે મારા પર નજર રાખજે, નહીંતર મારો કઈ રીતે ઉદ્ધાર નથી ! એ મારાથી એમ ન કહેવાય કે તમે મારા