________________
૪૦૦
આ કહે છે : “દેવ! કેશંબી નગરીમાંથી આપની માતાએ આપના સમાચાર માટે મને મોકલ્યો છે. માતાજીની સ્થિતિ આપે સંભાળવાની છે ! એ તે દિનરાત આઅને સંતાપ કરી દેહને બાળી રહી છે !”
શિખીકુમાર તે જગતદયાળુ સાધુ બન્યા છે, ને એમાં માતાને દુઃખ થાય તે કેમ ન પૂછે : “માતાને સંતાપ શા માટે ?
આ કહે છે: “આપ ચારિત્ર લઈને નીકળી પડ્યા તેને સંતાપ !”
કેમ નીકળી પડ્યા છે, તેની આને બિચારાને ખબર નથી. શિખીકુમારને તે ખબર છે ! કહી ન દે કે મૂળ કારણ તે માતા જ છે? એને મારાથી કલેશ થતો હતો કે મેં મૂકી દીધું બધું !” મનને ન થાય કે એને તે લીલા લહેર હશે ? પણ ના, એવું દિલના કેઈ ખૂણામાં ય નથી. જુઓ એ શું વિચારે છે : “અરે, માતાનું હૃદય ખુબ નેહ ભર્યું, માટે જ વારંવાર આવા શેક ને સંતાપ કરનારૂં હોય છે ! માતા છે, એને કેઈ બીજે પરમાર્થ જેવાને નથીએને તે મારો દિકરે, ને અમારી પાસે નથી, આ શિક જ એને હોય છે. દિકરા, મારે તારું બીજું કંઈ કામ નથી, માત્ર તું મારી આંખ સામે રહે! તને જોયા કરું રાત-દિવસ ! એવું એનું સ્નેહઘેલું દિલ ! એનું દિલ ગમે તેવું હોય, પણ એના ઉપકારને બદલે વળે એમ નથી ! માટે એના માટે બીજે વિચાર ન કરાય !” માટે કહે છે