________________
૪૧૪
ને હું ખાડામાં પડી છું તે કોઈવાર દર્શન દેજે!” બસ, આટલામાં ધર્મની ગ્યતાવાળી ઠરી! એ પછી મુનિમંડળ કોસંબીની નજીકમાં વિચરતું હશે તે સમયમાં પિતા બ્રહ્યદત્તનું મૃત્યુ થઈ ગયું. ગુરુ મહારાજના સાં મળવામાં આવ્યું, એટલે મનમાં થયું કે આ સનેહીઓને દર્શન આપવા મુનિને મેકલવા જોઈએ. આજ્ઞા કરી, “જાએ તમે, શોકમાં પડ્યા હશે નેહી છે, તે કંઈક ધર્મલાભ પામશે !” શિખીકુમાર મહર્ષિ ત્યાંથી વિહાર કરી કોસંબી પધારે છે. આવીને મેઘવન નામના ઉદ્યાનમાં આવાસ કર્યો. મહામુનિ બની ગયા છે, ને સંયમની સાધના જોરદાર કરી છે. તેથી લેક પર પણ જબરજસ્ત છાયા પડી છે ! લકમાં વાત પ્રસરી ગઈ કે મહાત્મા શિખીકુમાર મહામુનિ પધાર્યા છે! લેકો સામા ગયા ને સ્વાગત કર્યું ! રાજા અને નગરજને આવી બેઠા છે ત્યાં શિખી મુનિએ ભવ્ય ધર્મદેશના આપી. એની ઘણી છાપ પડી ! એક તે જવલંત વૈરાગ્યદશામાં વિહરતા મહાસંયમી છે! સંયમને આત્માના પ્રદેશ પ્રદેશે ઓતપ્રેત કરી દીધું છે! આખી વિચારસરણી અને સમજને શાસ્ત્ર ચિંતનમાં પલટાવી દીધી છે. સાથે દેશના સંવેગભીની અને હૃદયવેધી છે. એને એ પ્રભાવ કે જમ્બર છાયા પડી ગઈ, કેઈ લેકો ધર્મ માર્ગે ચઢી ગયા ! જગત પર સાચી છાયા પાડી શકે તો આવા જ આત્માઓ કે જેમણે પોતાના આત્મામાં ઉતાર્યું છે, ને જે એવું દાન કરી રહ્યો છે! અંદરથી આત્મા કેરો ધાકેર હોય, પણ બલવાની કળા હોય તે