________________
૪૧૬
સ્થાન જ નથી ન્યાય ને! કાયદા અને સરકારી તંત્ર જ આડકતરી રીતે અનીતિ શિખવે છે. નીતિ, ન્યાય ઉડ્યા; તેમ ઉદારતા ને પરમાર્થ ગયા! કેમ? કહે છે પહોંચતું નથી. સાચું છે આ? વ્યવહાર બધે સાચવવામાં પહોંચે છે. અવસરે અવસરે કુટુંબ આખાને માટે મનેરંજન, મિજબાની, નવી ફેશનના પહેરવેશ, વાત વાતમાં ડેકટર-આ બધામાં પહોંચે છે. નથી પહોંચતું ઉદાર થવામાં, ધર્મ કરવામાં ! બેકારી અને ભૂખમરાની વાત આવે ત્યાં “લાખના ફંડ ભેગાં કરે ને તેનું આમ કરો,'એમ વાતે મોટી, પણ કરવાનું કેટલું ? કેમ આટલું બધું અનિચ્છનીય ચાલી પડયું છે? કહો, સાધુની છાયા ન રહેવા દીધી. આજે જેની દયા ખવાય છે, તેની પણ સ્થિતિ કેવી? અલ્પ જરૂરિયાત, અપ ખર્ચ, ત્યાગવૃત્તિ,-એ કાંઈ નહિ, ને માગવાની વૃત્તિ વધી! કેમ? એના માથે પણ સાધુની છાયા ન રહી, આજે હોટ-સીનેમા ઉભરાઈ ઉઠ્યા છે, તે શું તવંગર પર જ નભે છે? પેટ નથી માગતું તેટલું મનને મોટો પટારો માગે છે! કેમ વારૂ? સમાજને સીધે રસ્તે રાખનાર એક જ સંત-સત્તા હતી, એને ઉખેડી નાખી ! “સાધુ ક્યાંથી હાલી પડ્યા ! શાસ્ત્રો આજે શું કરવાના?’ આવી આવી આજની ઘેલછા ! આજે એનાં માઠાં ફળ કેવાં?
સંત છાયાના આશીર્વાદ - ત્યારે, સાધુની છાયા હતી તે કાળે જુઓ કે એમાં કેળવાયેલ રામચંદ્રજી જેવા કે જે કાલે રાજા થવાના છે, એમને પિતા કહી છે.