________________
૪૧૫
ક્ષણવાર શ્રોતા વગમાં એહ થઈ જાય ! પછી કેમ? કપડાં ખંખેરીને ઉઠે! આ તે જે વાત આવે છે તેમાં કોઈ સ્વાર્થ કે આશંસા નથી, ને પિતાના સંયમીને ત્યાગી હૃદયની કરુણાભીની પ્રેરણું છે; આવી સ્થિતિને જ પ્રતાપ હતું કે આ દેશમાં ચાર-લૂંટારા બહુ જ અલ્પ પ્રમાણમાં હતા. એનું કેઇ એ કારણ નથી કે આજની માફક ભરપૂર કાયદા અને પોલીસવાળા રાજ્યનાં શાસન એ કાળે હતા, અથવા ચોરને ચારવા માટે આર્ય દેશમાં સમૃદ્ધિ હતી જ નહીં એવું કાંઈ નહોતું, પણ એ તે સાધુ-સંત, કે જે પૂથ્વીને અલંકાર કહેવાય, તેને ખૂબ પ્રચાર હતે ! ઉપદેશ હતા ! એની છાયા હતી ! આજ તે સાધુ મહાત્માના તપ-ત્યાગ-અને સંયમમાંથી લેવાની વાત નહિ પણ ઉપરથી માનવાનું, “સાધુ મહારાજ ખરા, પણ જમાનાના જાણ નહીં ! સમયને ઓળખે નહીં ! દુનિયા એરપ્લેન વેગે આગળ વધે, ને સાધુઓને કીડી વેગે ચાલવા જોઈએ.”
આમ કહી શું કર્યું ? સાધુની, ને સાધુના મહાન ત્યાગની છાયા ઉખેડી નાખી! તેનું પરિણામ શું? એજ કે જે આજે સમાજના ઉંચા હોદ્દા પર બેસે છે, તેમનાં જીવન પણ પવિત્ર અને આધ્યાત્મિક નથી, ને ઉંદર જેમ કુંકી પુકીને ફેલી ખાય તેમ આ સમાજને સુંવાળા વાણીવિલાસથી ફેલી ફેલીને ચૂસી રહ્યા છે ! બીજી બાજુ નવી પ્રજા વડિલેનું માનતી નથી. તેમજ તેને મનને સ્વસ્થતા નથી. દરેકની ફરિયાદ છે કે “શું કરીએ? કઈ