________________
| મુનિ કહે છે “અરે, પણ આ તે સાધુને માટે આચાર વિરૂધ્ધ ગણાય. સાધુ માટે સામેથી લવાય નહીં, ને સાધુને માટે બનાવેલું લેવાય પણ નહીં. આ તે તમે બનાવીને લાવ્યા હશે. માટે બે દેષ થાય; આધાર્મિને અભ્યાહત!' એમ કહીને સાધુની વિધિ બતાવી. ગૃહસ્થ બનાવી હેય રસોઈ, ને ઠેઠ વહેરાવે ત્યાં સુધી સાધુને વિકલ્પ પણ ન કરે તે કામ લાગે. એટલે? સુપાત્રદાનને લાભ જરૂર છે, પણ “આટલું સાધુને વહેરાવવા ભેગું કરે,’ એ ય ન કપાય. ભાવના ઉંચામાં ઉંચી ભાવવાની કે “બધાને લાભ મને ક્યારે મળે. આ બધું અમારું ક્યારે પાત્રે પડે !” પણ એ કલ્પના નહિ કરવાની, કે આવશે મહારાજ, રાખી મૂકે. સાધુને કામ લાગશે! એમ રાખે તે સ્થાપના દેષ થઈ ગયે. માટે ગૃહસ્થ પણ દેશે જાણવા જોઈએ, સાધુને ગૃહસ્થ થકી સોળ દેષ લાગે છે, તે ગૃહસ્થ જાણીને ટાળવા જોઈએ. સાધુ માટે સ્વતંત્ર બનાવે એ આધાકમી. સાધુ માટે ભેગું રાંધે એ મિશ્ર. સાધુ પાછળથી આવ્યા, તે દે દાળમાં પાણી ને મસાલે, એ અધ્યવપૂરક. નિર્દોષ આહારને જે મહાન લાભ છે તે દેષિત થયું કે લાભ ખખરો થઈ ગયે ! ઠીક છે, સાધુ બિમાર છે, અથવા ગામમાં સાધુને કોઈ વહોરાવનાર નથી, ને શ્રાવક સાધુ માટે બનાવે તે પૂરે લાભ! બાકી તેવાં કોઈ કારણ વિના માત્ર લાભ લેવાની દષ્ટિએ બનાવ્યું તે સાધુને માટે એ દેષિત થયું, સાધુથી ન લેવાય. માટે જ ભક્તોથી સાધુને ચેતતા રહેવું પડે. વહેરતાં પહેલાં સાધુ