________________
૪૧૦
જે સેમદેવ, મેં ચારિત્ર લીધું છે, તે માટે માતાને શેક થાય છે, પણ મેં માતાથી કંટાળીને ચારિત્ર લીધું જ નથી! મેં તે સંસારની અસારતાના કારણે ચારિત્ર લીધું છે. જે માતા આ હિસાબે શેક કરતી હોય તે તે કરવા જેવું નથી!” હૃદયમાં જે પવિત્રતા છે તે પાપને પણ ધર્મની તમાં ફેરવી નાખે છે! જે હૃદય મલીન છે તે ધર્મ કરવાની તકને ય પાપ આચરવમાં ફેરવી નાખે છે! કોઈને બંગલે સંપત્તિ જોઇને એમ થાય કે નહીં કે “આ કેવું સરસ...આપણે નહીં?” આ પાપની તકને ધર્મમાં આમ ફેરવાય કે “એ બિચારાની પાસે આશ્રવ માટે પાપ વહી આવવાની મેટી નીક! મેટર એટલે મૂચ્છ મોટો! મારી પાસે એવું બધું નહીં, તે હું એ આરંભ-સમારંભની કેટલી ય વેઠમાંથી બચી ગયે!” આવડત જોઈએ, તે સ્થાને સ્થાને પવિત્ર અધ્યાત્મ પોષક અને ચિત્તોત્સાહક વિચાર કરી શકાય. શિખીકુમાર માટે માતાની વાત પાપની વાત છે, પણ એને ધર્મની વાતમાં ફેરવી નાખે છે, ને કહે છે : “માતાજીને કહી દેજે કે મને તે તમારો કંટાળો હતો ! જ નહી મને તે પાપમય જીવનને કંટાળો હ! કર્મપિશાચનાં વારંવારનાં પનારે પડી ભવચક્રમાં ભટક્યા કરવાને અને એનાં નાચે નાચવાને કંટાળે હો ! માટે ચારિત્ર લીધું છે” હદય પવિત્ર છે. એક પણ પાપવિચારણાને જગા આપતા નથી !