________________
૩૭ર.
કંઈ જ નથી. અરે, તું છે કે શ્રી વીતરાગના વચનથી સકલ સંગને ત્યાગ કરીને, લક્ષ્મીને-કુટુંબને-દુનિયાના વ્યાપારને સંબંધ ત્યાગીને, જેણે માત્ર ચારિત્રની શરૂઆત કરી છે તેને જે સુખ છે તે અહીં મેટા ચક્રવતીને પણ નથી! પૂછે, સાધુને શું સુખ? એમની પાસે મેટર, લાડીગાટી કંઈ નહીં, તેમાં શું સુખ? પણ સમજે કે એ બધાં તે વાસ્તવિક દુખનાં સાધન છે. પફવાન્નને સુખનું સાધન માનીને પછી ખૂબ ખાધે જ જાય તો? એવું અજીરણ થાય કે પોક મૂકાવી દે! માટે દુનિયાની પ્રવૃતિમાં સાચું સુખ છે જ નહીં, એમાં તે માત્ર ખરજવાની ખણજના દુઃખની જેમ વિષયની તૃષ્ણાનું દુઃખ ઉભું થયું, તેને તત્કાલ દબાવવાની ચેષ્ટા છે. પણ એમ તે કેટલી દબાય? ઉલટી થોડી વાર પછી વધુ પ્રમાણમાં ઉઠે. ત્યારે, સાધુપણામાં દેખીતું કષ્ટ દેખાય, પણ રેગનિવારણ અર્થે ઔષધની પ્રક્રિયા હોય છે, તેને સેવવામાં જેમ મઝા આવે છે, તેમ સાધુપણાની કટની પ્રક્રિયા સેવવામાં પણ તેને મજા આવે છે. મનને નકકી છે કે એનાથી મહાન આરોગ્ય મળવાનું છે.
પ્રકરણ-૩૦ સાચું સુખ શી રીતે મળે. પિંગને પલટ – હવે પિંગકના મનમાં વાત તે બરાબર બેસી ગઈ. એ