________________
૪૦૨
આચાર્ય ભગવાનને ભેટો થયા. ઉપદેશ સાંભળે, વિરાગી બન્યા અને ચારિત્ર લીધું. મુનિ તે વિહાર કરી ગયા, પણ માતા જે શત્રુ અગ્નિશર્માને જીવ છે તેના મનમાં વસવસે રહી ગયે. એ વસવસાએ ક્રમે કરીને એને પુત્રને ઘાત કરવાની યોજના સુધી પહોંચાડી. હવે કોઈ પણ હિસાબે આ પુત્ર-સાધુને ઘાત કરી નાખું! તે કેમ બને? કેમકે એ તે દેશદેશ ફરનારા! મારાથી ક્યાં પહોંચાય ? તે અહીં એને લાવવામાં આવે તે ધાર્યું થાય ! લાવવા શી રીતે ? એટલે પિતે વિચારે છે કે એક તે કુશળ સમાચારને બહુ જ મીઠા શબ્દવાળે સંદેશો મોકલું ને એમના કુશળ પૂછાવું? તે વાત કરનારે એ મોકલું કે જે એવા મધુર અને આકર્ષક શબ્દમાં વાત કરે છે તેથી અહીં ખેંચાઈ આવે ! સાથે કંઈક ભેટ પણ એકલુ, ને ત્યાં ધરે એટલે એમને પણ એમ લાગે કે એમને ભાવ બહુ છે, માટે ચાલે. એ આવે પછી તે ફેંસલે કરતા વાર નહીં! આ તે હું ગફલતમાં રહી ગઈ કે આટલે વખત એ જીવતે રહી ગયો !
પ્રકરણ-૩૭ વૈરના સંસ્કારની ભયંકરતા
પૂર્વ ભવથી સ્થિર કરી લાવેલી હૃદય-મલીનતા કેવી ભયંકરતા સજે છે!! ભૂતકાળમાં જે ઘાતનું ઘેર પાપ ન બન્યું તેને પશ્ચાત્તાપ કરાવે છે !