________________
અને હજુ ભવિષ્યમાં બની શકે એમ ન હોય એટલે પશ્ચાત્તાપ કરાવ્યા જ કરે છે ! દા. ત. એક માણસને કન્યા ન મળતી હોય, પણ અંદરમાં વાસના ભરી છે, એટલે હૈયું લેચા વાળ્યા જ કરે છે ! એ વિચાર નહીં આવે કે “ઉંમર થઈ ગઈ. હવે નશીબ નથી, તે એના માટે લહાળાં કરવા શા માટે? ચાલે પાપ ગયું. હવે એ ધું સરા કરતાં તે ધમની લગામ લઈ લઉં !” મલીન વાસના- વાળાને આ નહીં થાય; પણ પસ્તા થશે ! શેક કરશે “ફલાણા ઠેકાણે ચેકડું ગોઠવાતું હતું, પણ ફલાણુએ પથરે નાખ્યો કન્યા કેવી સરસ હતી!” અકરમીને નથી મળી, નથી મળવાની, છતાં પાપવિચારને પ્રવાહ ! તેમ આ જાલિની પસ્તાવે કરે છે. લાખ વર્ષ વીતી ગયા છે, પણ હજી ભૂલી નથી! માણસે સાક્ષાત્ પાપ કર્યું હોય તે તે કદાચ એક બે વર્ષમાં એની વેશ્યા ભૂલી જાય. અને બીજી પ્રવૃત્તિમાં પડી જાય. પણ આ જીવ પુત્રઘાત ન થયાને લાખ વરસથી પશ્ચાત્તાપ કર્યા જ કરે છે ! એનું ભયંકર પરિણુમ ? આપણે કર્મ જોઈ શકતા નથી, નહિતર એવી કઈ દિવ્ય શક્તિથી જઈ શકતા હોઈએ તે એવું ચિત્ર દેખાય કે ઘોર નિકાચિત ક, શૈરવ નરકમાં પીસી નાખે એવા પાપકમની સેનાની સેના આત્મામાં ઘુસી રહી છે ! જે જોઈએ તે આ મોટી નુકશાની છે, અને નુકશાન એ છે કે આત્મામાં ભવિષ્યમાં વિચારણા કાળી જ આવવાની સંસ્કાર દઢ થઈ ગયા ! પાંચ પાંચ વાર ઈન્કમટેક્ષમાં જુબાની આપી આવ્યો ! ખાટું ઘણું