________________
૩૯૭ :
આંખે એનું અભિનંદન કરે છે. પ્રશસે છે, “ગજબ. શૌર્ય! ગજબ પરાક્રમ ! ગજબ વીર્ય ફેરવ્યું !” ચારિત્રવિધિ પતી ગઈ. શિખીકુમાર હવે મુનિ બન્ય!
ધર્મ વીરવૃત્તિથી આરાધે – શિખીકુમાર એવા ક્ષેત્રમાં જન્મ્યા છે કે આયુષ્ય લાખ કરોડ વર્ષના છે, એમાં નાની ઉંમરે ચારિત્ર લેવું એટલે ચારિત્ર કાળ કેટલે? ૭૨ વર્ષનું આયુષ્ય હોયને ૬૯ વર્ષે ચારિત્ર લે, તે તે ત્રણ જે વર્ષ પાળવાનું થાય, ત્યારે અહીં તે કરોડો વર્ષના આયુષ્યમાં નાની ઉંમરે ચારિત્ર કેવી રીતે લીધું હશે? કહે કે ધર્મ જે સાધવાને છે તે વીરપુરુષની વૃત્તિથી! માયકાંગળાપણે નહીં! શિખીકુમારે ધર્મ સમજીને લીધે હો, કોઈના બળાત્કારથી નહીં ! વીરપણે લીધેલામાં પાછી પાની કેમ કરાય? એકલું ચારિત્ર જ ખૂબ ઉલ્લાસથી પાળવાનું ને બીજે ધમ રેઢીયાળપણે કરવાને. એવું છે? ના, બીજો ધર્મ પણ રેઢીયાળપણે નહી, કિન્તુ વીરવૃત્તિથી થ જોઈએ. તે એ ધર્મ ઘેડું ઘણું પણ સબળ પુણ્ય આપે! આમણે તે જે કઠોર ચારિત્રધર્મ લીધે તે પણ પાળે છે, અલના વિના ! વીરપુરુષની દ્રષ્ટિથી ધર્મ લીધું હતું, સમજીને લીધે હવે, એટલે જ પાલન કડક થઈ રહ્યું છે. .
. . બચ્ચું અણમજુ હોય તે તેને ધર્મમાં જોડવા થોડો બળાત્કાર પણ કરવો પડે! તેમ શિષ્ય વધુ પડતી ભૂલ કરતાં હિય, તે ગુરુને કડકાઈ બતાવવી પણ પડે! પણ જીવનમાં સામાન્ય રીતે ધર્મ જે કરવામાં આવે છે તે બળાત્કારથી