________________
૩૯૮
નહીં! પિતાની સમજણથી જ ધર્મ લેવામાં આવે છે, તે એ ધર્મમાં જેમ જેમ આગળ વધીએ તેમ પાછી પાની તે ન જ થાય ને? કહે કે ધર્મરંગ ઉત્તરોત્તર વધે જ જોઈએ; ધર્મમાં ઓતપ્રેતતા વધવી જ જોઈએ. તે બોલે હવે, હૃદય શું એમ કહે છે કે પચીસ વર્ષ પહેલાં જે જિનદર્શન થયું હતું અને આજે જે થાય છે, તેમાં આત્મા હવે પરમાત્મામાં એકાકાર અને ઓતપ્રેત થઈ થય છે? પિતાની ઈચ્છાથી લીધેલ પ્રભુદર્શન-પૂજાને સરળધર્મ કે જેમાં બહુ મહેનત નથી, એમાં પણ આત્મા ઉત્તરોત્તર વધુ ઉલ્લાસ-ધગશવાળો અને વીરતાવાળ બને , તેવું લાગે છે? કેમ નહીં? જુઓ અહીં તે મહાકડક ચારિત્ર છે, છતાં શિખીકમાર એવા એકાગ્ર થઈ ગયા છે કે એક પળ પણ સ્કૂલના નથી લાગવા દેતા! પળેપળ જાગ્રત છે.
પ્ર.– ત્યારે અહીં વરસે વયે ઉલ્લાસ નહિ ! શું કારણ છે?
ઉ૦ - ધર્મ લીધે છે. પણ ધર્મની એટલી બધી ભૂખ નથી લાગી! જેમ માણસ ખાવા બેસે, પણ ભૂખ ન હોય તે ખાવામાં એટલી હોંશ ન હોય, ઉલાસ ન હોય ! એમ ધર્મ માટે એવી જ કઈ રુચિ ઓછી કે જેથી ધર્મમાં દિન પ્રતિદિન ધગશ વધતી નથી; ભૂલે એછી થતી નથી, તે આ કરે કે ધર્મમાં રુચી જોરદાર વધતી જાય.
પ્રઃ- ધર્મમાં જોરદાર રુચિ કેવી રીતે વધે? ઉ૦ - શુભ ભાવનાનું જોર રાખવાથી ધર્મમાં રૂચિ