________________
૩હેર
નથી. જે પિતાના સ્વાર્થમાં સામાના ભવિષ્યના અનંતકાળ ભુલી જાય તે નિર્દય છે. પિતાના તુચ્છ સ્વાર્થમાં પુત્રની પરવા ન રાખે તે નિર્દય. મારૂં ગમે તે થાઓ, છોકરાને અનંત કાળ સુખમય થાય છે તે જવા દે, એમ વિચારે એ મહાદયાળું, સાચે નેહી. આચાર્ય ભગવાને જે આત્મતત્વની સમજુતી આપી છે, “તારે આત્મા એક સનાતન ચીજ છે. અનાદિ કાળથી સંસારમાં મંજિલ કરતે અહીં આવે છે. પણ એવા સ્થાને આવ્યું છે કે હવે ભાવી મંજિલ કેન્સલ કરી શકાય. સંસારને કહેવાય અમારા નામ પર ચેકડી મૂક! તું એવા સ્થાને આવ્યું છે કે હવે જે અહીં આવ્યા પછી, એ મંજિલ કાપવાને પ્રયત્ન ન કરે ! ઉલટું મંજિલ વધારવાનું કરે, તે એ અક્ષમ્ય અને દુસહ ભુલ થાય. એ બધું આ બ્રહ્મદત્ત સમજે છે. બેલે તમને વિચાર છે કે નહીં ? આ સ્થાનમાં હું સંસારને વધારવાને બંધ કરી રહ્યો છું, કે એને ઘટાડનારે-કેન્સલ કરનારે બની રહ્યો છું? ગઈકાલ સુધી આપણે ગમે તેવા મૂર્ખ હતા કે ભવિષ્યની ભુલ કરી એ મુસાફરી રીઝર્વ કરાવી હતી, હવે કેન્સલ કરાવાય કે નહીં? કરાવાય ! સીધે હિસાબ છે.
રણુ-૩૪ પા૫સ્થાનકમાંથી ધર્મસ્થાનકમાં ઉલટું ?
અઢાર પપસ્થાનક હેાય કે આપણુ ભવ વધે છે. અઢાર"