________________
૩૭૧
જીવનભર ખાવાનું બંધ કરાય છે? ના. એ તે ખાવામાં ફેરફાર કરી દે, પત્યું. અરણ થાય એવું ખાવાનું નહીં.” પણ તું હજી સમયે જ નથી. પહેલું તે એ જે કે તું ખાવાપીવાદિમાં સત્તર સાવધાની રાખ, એના ઉપર અઢારમી જોહુકમી કર્મની અને પરલકની છે. જિંદગીભર અઢાર પાપસ્થાનકને વેપલે કર્યો ને રંગરાગ ખેલ્યા. એનું તું પરિણામ તે કંઈ જ રોકી શકે એમ નથી ! શું શું જીવનો સ્વભાવ છે કે તે દુઃખી હોય? ના કેટલાક સુખી પણ હોય છે, જેમને ગરીબાઈ કે ટંટે કલેશ નથી ! ત્યારે કેઈ ને કઈ પ્રકારના દુઃખ હોય છે! આપણે પણ દુઃખવશ હેઈએ, ત્યાં શું માનવું ? માટે વિચારવું જ પડે કે ધર્મ નથી કર્યો તેના વિપાક ભોગવી રહ્યો છું ! જે આ કર્મસત્તા ન હોય તે આપણું ધાર્યું શા માટે ન બને? કેટલીયવાર અણધાર્યું કેમ બને છે?
વળી તું કહે છે, “ માથે મૃત્યુ ઝઝુમે છે, તે શું આજે જ સ્મશાનમાં જઈને સૂઈ રહેવું? પણ જે, કે આ પણ ભેળાને ફસાવવા જેવી વાત છે! તને ખબર નથી કે જે આત્માઓ જિનવચનની સંપૂર્ણ આરાધના કરે છે તેને એક વખત ભલે મૃત્યુ આવે છે, પણ પછી મૃત્યુની જડ ઉખડી જાય છે. તું કહે છે કે “મૃત્યુને આવવું હોય ત્યારે આવે. આપણે જે કરતા હોય તે કરતા રહીએ, તે તેથી તે આપણે જન્મ-મરણની રેંટમાં ભમવાનું જ રહ્યું! બાકી મેક્ષમાં ગયા પછી તે કઈ પીડા, કલેશ, પરાધીનતા,