________________
૩૭૬
જન્મમાં અનાદિની જેમ ફરીથી ભૂલ કરવાથી કે પા છે ઘર સંસાર સાગરમાં બૂડી જાય છે, વળી તે સમજીને લઘુકમી અને સાધુચરિત પુરુષે ચારિત્રની પ્રક્રિયાને કેવી સહર્ષ સ્વીકારે છે તેમજ અહિંસા-સંયમ–તપના અને જ્ઞાનાચારાદિ મહાપવિત્ર પંચાચારના રૂડા પાલન કરી મેક્ષનાં અનુપમ સુખમાં આત્માને કે ઝીલતે કરી દે છે, તેનું મને રેચક અને હૃદયવેધી વર્ણન કર્યું. એ સાંભળીને નાસ્તિક પિંગક પીગળી જાય ત્યાં આસ્તિકનું શું પૂછવું? બ્રહ્યદત્તના તે આંતરચક્ષુ ખૂલી ગયાં! એટલે બધે હૃદય સ્પર્શી બેધ થયે કે એની આંખમાં હર્ષને ળઝળીયા આવી ગયાં! સમક્તિને નિર્મળ પરિણામ વધતે ચાલે?
બે હાથ જોડી એણે કહ્યું: “ભગવાન ! જેવું આપ ફરમાવે છે તેવું જ છે. આપનાં તત્ત્વ આપે કહ્યું તેવાં જ છે. બુદ્ધિથી જોતાં પણ મને લાગે છે કે એ બરાબર છે, તદ્દન યથાર્થ છે, એમ કહીને એના દિલમાં જિનેવરદેવના ધર્મ પ્રત્યે જે આકર્ષણ વધી ગયું, તેના પરિણામે સમ્યકત્વ સ્વીકાર્યું. પૂર્વને જે સમેહ મેહની ભ્રમણ હતી, એ નીકળી ગઈ. તેથી દિલમાં એ વિચાર થયે કે, “અહો! મારા પુત્રને કેટલે બધે સુંદર વ્યવસાય! કેવે અદ્દભુત શેભનીય વ્યવસાય ! જે સ્થિતિએ પુત્ર પહોંચે છે, તે રિથતિ ઘણું જ અનુમોદનીય છે. આ વિચાર કે લાવે? હૈયામાં જિનધર્મની જાગેલી ભાવિતતા કે પરિણમેલું સમ્યક્ત્વ!