________________
૩૬૮
વિરોધી અનુભવ કરનાર કેશુ? શરીર નહિ, શરીરને શું ફેર પડયો છે? કંઈ જ નહિ. એ તે આત્મા અનુભવ કરનાર છે. હું સુખી, હું દુઃખી, કેણ? શરીર? ના, તાર ટપાલમાં શરીરને શું ઘા પડ્યા? આત્મા જ સુખી-દુઃખી જણાય છે. બાકી તે તારી વાત બધી વાહીયાત છે. ખેડુત હોય છે. અનાજની તાણ પડી, બીજની તાણ પડી, ખેતીમાં ઘઉં વાવવા છે, પણ ઘઉં નથી. ત્યાં શાહુકાર મલી ગયો ને ઘઉંની ગુણું પકડાવી દીધી. લઈ આવ્યા.
ઘરના માણસ પૂછે છે, “શું કરવું છે આનું?” “વાવેતર
ઘરવાળા કહે છે, “અરે, શું વાવેતર? કેને ખબર છે વાવી દઈએ પછી વરસાદ પડે કે ન પડે ! માટે ખાઈ લ્યો. હાથમાં તે બાથમાં. આવા સારા ઘઉં બીજે ક્યાં મળે ?”
તે શું ખાઈ જાય ને? કે વાવેતર કરી આવે ? વાવેતર ! પણ આ ઘરનાં કહે છે તેનું શું? એ તે મૂરખ છે! તેમ આ માનવ જન્મ દુર્લભ છે. તત્કાળ એમાં સુખ ભેગવી લે, એટલે પછી પિક મૂકે !
ગિક કહે છે, “પ્રિયજને અનિત્ય છે, તે સાધુ થયેલાને પણ અન્ય મુનિજન ક્યાં અનિત્ય નથી?” એટલે શું? એજ કે એવી અનિત્યતા તે દીક્ષા લીધા પછી પણ નથી મટતી; તે પછી દીક્ષાથી શું વિશેષ માટે પ્રિયજનને, નેહીજનને વળગી ગૃહકથ જીવન જીવવામાં મઝા છે.