________________
૩૪૭
મન કિંમત છે તેને લાગે કે હું પિતે જ મડે પડયે ! પણ આને શા માટે અટકાવું?”
શિખીકુમાર કહે છે, “પિતાજી, જેમ મૃત્યુને આવવા કેઈ અનવસર નથી તેમ ધર્મ માટે કોઈ અકાળ નથી. મૃત્યુ ગમે તે સમયે આવી શકે છે, તે મૃત્યુને સામને કરનાર યતિધર્મ, તેના માટે કેમ ગમે તે આવસર ન ચાલે? આજે હજી મારે મૃત્યુ નથી આવ્યું, બાકી કેણ કહી શકે કે આવતી કાલના ભવિષ્યમાં કંઈ નહિ થાય? કેઈ ભરોસે નથી કે મૃત્યુ ક્યારે આવે. માટે જ કહ્યું કે,
અકાલો નાસ્તિ ધર્મસ્ય! – ધર્મને કઈ અકાળ નથી.” આવી જ્યાં વાત કહી કે મંત્રી વિચારમગ્ન થઈ જાય છે! વિવેકી છે, સમજદાર છે. અવિશ્વસનીય જીવિતમાં ચારિત્ર ધર્મ માટે કેઇ અકાળ જ નથી. એ વાત ધ્યાનમાં ન ઉતરે એવી નથી. તેમ પિતાના ઘરમાં જ જે જોયું છે તેમાંથી સમજાય એવું છે કે સંસારને સ્વભાવ જ એ છે કે એમાં યતિધર્મ જયંગ્ય છે. અહીં જે કે મંત્રી મૌન થઈ ગયે, પણ એની સાથે એક પિંગક નામે પરિચારક આવેલે, તે નાસ્તિક હતે. - નાસ્તિકને ચાર્વાક કહેવાય છે. જેની વાફ જેના બોલ ચારૂ=બહુ મીઠા લાગે ! પણ એ ધીમું હળાહળ હે! એ શું કહે? આ