________________
૩૫૦
કંઈ જ નહીં! એ તે પંચભૂતની બનાવટ છે. પાંચ ભૂત ભેગા થઈ માતાની કુક્ષીમાં શરીરરૂપે તૈયાર થઈ જાય છે.
વળી પ્રિયજનેને સમાગમ તું કહે છે અનિત્ય છે. તે તું સાધુ થઈ જાય ત્યારે શું તારે માટે એ સમાગમ નિત્ય બની જવાને છે? અનિત્યતા એ તે સંસારને સ્વભાવ છે. કેઈ વહેલું મરે, કેઈ ડું! એ તે ચાલ્યા કરે!
વળી તું કહે છે, “લક્ષ્મી ચંચળ છે!” પણ તે શું ચારિત્ર લક્ષ્મીને સ્થિર કરે છે? લક્ષમીની ચંચળતા ટાળનાર ચારિત્ર નથી. પણ ઉપાય છે. ઉપાયો દ્વારા લક્ષ્મીનું રક્ષણ કરવું જોઈએ. બાપદાદાની મૂડી હોય, ને બરાબર આવડત ન હોય સટ્ટા બટ્ટા લગાવે તે ગુમાવી ય બેસે!
વળી કહે છે, “યોવન પુષ્પ જેવું છે!” તે શું એ ચારિત્ર લેવાથી કરમાશે નહીં? કરમાશે જ. એના પણ છતાં ય ઉપાય છે! રસાયણ વગેરે ખાય, તે એનાથી યૌવન ટકી રહે! માટે સાચે રસ્તે જા ને; ઉધે ક્યાં જાય છે? આ જન્મ સાચે છે! પરલેક કંઈ છે જ નહિં !
માટે જ જે તું કહે છે, “કામદેવ પરલોકમાં ભયંકર દુઃખ દે છે. પરંતુ મૂળમાં પરલેક જ કયાં છે? જે પરલેક હોત તે કેઈક તે આવતને એને સ્નેહીને મળવા? આવી જ જે કલ્પના કરીશ તે પછી એવી ય કલ્પના કરને કે હું જ નથી! અને જે એમ માને પછી