________________
૩૫ર
આવે? મૃત્યુ આવવાનું છે માટે શું આજે જ જઈને મસાણમાં નિવાસ કરે ? આજ ને આજ મરી જવાય છે, મૃત્યુ આવવાનું છે માટે? ખૂબ દલીલ લડાવી એને, છેવટે કહી દે છે કે માની લે કે તારે પરલેક હેય પણ તને ખબર નથી કે અહીંયા જે અભ્યાસ હેય તેવું જ આગળ મળે, નહિ કે ઉલટું અહીંયા રેફ અને ગુસ્સાને અભ્યાસ હોય તે આગળ એ મળવાનું કહે છે, તેમ અહીંયા દુઃખને અભ્યાસ કરીશ તે ભવિષ્યમાં દુઃખ જ મળશે. સુખને અભ્યાસ કરીશ તે સુખ મળશે. માટે આ તારી ધૂન મૂકી દે. આપણે તો સંસારમાં સુખ ભોગવી લેવું જોઈએ.”
નાસ્તિકે આમ કહ્યું ત્યારે શિખીકુમાર કહે છે, તારું આ બધું અસંગત છે. સાંભળ, અથવા હું છું નાને માણસ. તે મેટા ગુરુદેવ સમક્ષ મારે બોલવું ઉચિત નથી. પણ તારૂં બેલવું કેટલું ફજુવે છે. કેટલું બધું યુક્તિ વગરનું છે. એના પર ગુરુમહારાજ જ બોલશે.”
કેવી સુંદર શિસ્ત અને ગંભીરતા! સહજ ગુણ હોય છે આવા આત્માઓમાં. ત્યારે જે એવી ઉત્તમતા ન હાય, ને સાધુ બની બેસે, પછી ગુરુએ એટલી ઉંચી સ્થિતિએ ચઢેલા એને ય શીખવાડવું પડે કે અમારી પાસે આમ ન બેલાય તારાથી કેવી કરુણતા! અસ્તુ, ગુરુમહારાજ કહે છે કે મહાનુભાવ, સાંભળ –