________________
૩પ૧
ચાલે આંખ મીંચીને તે ? માથું ભટકાશે માથું, જેમ સ્વપ્ન ખાટું, તેમ જગત ખાટુ, એમ વેદાન્ત કહે છે! સ્વપ્નમાં તે રાજલેગ વગેરે બધું જોયુ* હાય એમાં કયાંક ભીત સાથે માથું ભટકાય છે, પણ જાગીને જોઇએ ત્યારે શું લેાહી નીકળ્યુ હાય છે? ના. તેમ આ જગત સ્વપ્ન જેવું છે! એમ વેદાન્તમાં કહ્યુ ! ત્યારે હવે કોઇ પેલા રાત્રિ સ્વપ્નની જેમ ભીંત સામે ચાલવા માંડે તે લેહી ન નીકળે? કહેશે એ તા નીકળે. તે પછી કલ્પનામાં ફસી જઈશ તે ચિતભ્રમ થઇ જશે!
કહેવા નીકળ્યા કે પાંચે ઇન્દ્રિયાના વિષયા વગેરેનુ પરિણામ ભયંકર છે! તે સાધુપણામાં ખાવા-પીવાપહેરવા જોઇશે કે નહીં ? તે એમ કંઈ જોવાય કે આહાર કરવાના ય ભયંકર પરિણામ આવ્યા છે માટે આહાર કરવાનુ છેાડી દેવું? ભારે ખાધું ને અજીરણુ થયું. માટે ખાવું જ નહિ ? અરે ભાઈ, હરણીયાં બધુ' ઉગાડેલુ ચરી જાય; માટે ખેતર જ નથી ખેડવું ને વાવણી નથી કરવી આમ કરાય? એ તે તેમાં દેખાતી ભયંકરતા નિવારવાના ઉપાય જાણુનાર પુરુષને કાઈ ભયંકર પરિણામ નથી જોવા પડતા.
“કહે છે તું કે મૃત્યુની તા ભાઈ દુનિયા પર સદા ધોંસ છે! આ કેવી અજ્ઞાનતાની વાત છે! તું સાધુ થઇશ તા શુ મૃત્યુની ઘાંસ મટી જશે? શું મૃત્યુ નહિ