________________
૩૩પ
પણ પેાતાના અહુ ભાવ, પેાતાની રુચિ, ને પેાતાના મત મૂકવા તૈયાર નથી થતું.
(૧૫) સાધુ–જીવનને દીપાવવા અને એમાં વધુ ને વધુ સાત્ત્વિક બનવા માટે ક્ષુધા, તૃષા, ઠં’ડી, ગરમી, ડાંસ, આક્રોશ, વગેરે બાવીસ પરીસહાને જીતવા જોઇએ. આનંદપૂર્વક, ચિત્તની નિ`ળ સમાધિપૂર્વક એને સહીજ લેવા જોઇએ. એ સતતુ સહ્યા કરવાના અભ્યાસ જોઈએ.
(૧૬) એથી આગળ, અવસરે દેવતાઇ પણ ઉપદ્રવ આવે તે તેના પર વિજય મેળવવા જોઈએ, એટલે કે એનાથી પેાતાની ધીરતા-વીરતાને જરા ય ખંડિત ન થવા દેવી જોઇએ. અને પોતે એને સમાધિ સમતા અને શુભધ્યાનમાં સ્થિર રહી સહી લેવા ઘટે.
(૧૭) આવા સાધુજીવનને નભાવવા શરીરને ટકાવનાર આહાર તા જોઈશે, પરંતુ ત્યાં પણ માધુકરી ભિક્ષાચર્યાથી મળ્યા-ન મળ્યા કે ક્રમ મળ્યા પર નભાવવુ જોઈએ
(૧૮) આચાર્ય મહારાજ કહે છે, ‘ તને બહુ શુ કહીએ ?' સાધુ-જીવનમાં અત્યંત દુર્વાહ અને મહાપુરુષાએ વહુન કરેલા અઢાર હુજાર શીલાંગના ભારને થાકયા-કંટાળ્યા વિના અખંડ ધારાએ ઉપાડયે જવુ જોઈએ. એટલે, એમ સમજ કે,