________________
३४४
મંત્રી બ્રહ્મદત્ત આવી જવાથી, શિખીકુમાર પિતા મંત્રીને કહે છેઃ “હે પિતાજી સ્નેહીજનની પ્રાર્થનાને ભંગ નહિ કરનારા આપ મારી ય એક પ્રાર્થનાને પૂરે!” - શું માગશે એ મંત્રીના ધ્યાનમાં નથી આવતું; માટે ભેળે ભાવે કહે છે : “કહે, શું કહેવું છે? એક પ્રાર્થના શા માટે ! મારૂં જીવતર જ તારે આધીન છે. તારા પર તે મારે એવો પ્રેમ છે કે મારું સર્વસ્વ તારા જ માટે છે. કહે, શું કહેવું છે ?
એ વખતે આ કુમાર કેવા ડહાપણના બેલ કાઢે છે તે જુઓ ! કહે છે કેવી રીતે? સહજ સ્વભાવથી. “પિતાજી, આ સંસારના સ્વભાવના આપ સારી રીતે પરિચિત છે. હું આપને નવું શું કહું? આપ જાણે છે, અનુભવી છે.'
વાત ખરી છે. મંત્રીને પિતાની પત્નીને અનુભવ છે. પત્ની પણ સંસાર છે, જગતના જીવમાત્રને અનેક પ્રકારના સંસાર છે. કેઈ ને ય ક્યા ઢંગને ! ને કોઈને ક્યા ઢંગને! સંસારના કડવા અનુભવ કોને નથી?
તત્વદર્શન –
કુમાર પિતાને કહે છે, “મનુષ્યપણું, ખરે જ ! દુર્લભ છે જલદી એ મલતું નથી. એક વાર હાથમાંથી સરી ગયા પછી જરૂર પડયે ભવના ભવ નીકળી જાય ને મનુષ્યભવ ન મળે. બીજું સ્નેહીસગામાં મેહી જીવ દીધું