________________
૩૩૩
બીજું ચારિત્ર જીવનમાં આ કરવાનું –
(૭) પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિની અખંડ ઉપાસના કરવાની તે ચારિત્રની માતા ગણાય.
પ્ર.–સમિતિ ગુપ્તિ એ પ્રવચન માતા કેમ?
ઉ– જ્યાં સુધી કેવળજ્ઞાન નથી આવ્યું ત્યાં સુધીનું છવાસ્થ ચારિત્ર એ બાળ જેવું છે! ભલે મોટા મહર્ષિ દુનિયામાં ગણતા હોય ! મેટા તપ કરતા હોય, પણ એમનું ચારિત્ર બાળચારિત્ર જેવું ! બાળને માતા જોઈએ. માતાની નિશ્રામાં બાળક હેય તે તે મેટું થાય, ને જીવવા પામે. માતાથી આવું રહે તે હેંદાઈ-પિખાઈ જાય! મોટું ન થાય; મરી જાય ! તે મહર્ષિ પણ જે સમિતિ ગુપ્તિરૂપી માતાની પરવા મૂકી દે, તે એમનું પણ ચારિત્ર ઘવાઈ જવામાં વાર ન લાગે. માટે આ પણ સતત્ જાગ્રતિની કડક ઉપાસના સાધુ-જીવનમાં કરવાની છે.
(૮) એવી જ પાંચ મહાવ્રતની ભાવનાઓ; તેનું સતત રટણ જોઈએ, પાલન જોઈએ. એવી રીતે.
(૯) બાહ્યતપ, ને અત્યંતરતપ, તે પણ નિરંતર કરે જોઈશે ! આટલેથી પતતું નથી ! પણ પછી ય,
(૧૦) અનેક પ્રતિજ્ઞાઓ-નિયમ-બાધાઓ લેવી પડશે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના અનેક અભિગ્રહ કરવા પડશે.
(૧૧) નાન જિંદગીભર નહીં કરાય.