________________
२७४
પ્રભાવના. જૈનશાસનને આપણા પર અનંત ઉપકાર છે. અત્યારે અહીં જિનેન્દ્રપ્રભુ વિદ્યામાન નથી, પરંતુ એમનું શાસન હયાત છે. તે આપણે જે કુળમાં જન્મ્યા ત્યાં જૈનધર્મના આચાર-વિચાર હોવાથી જિનશાસન પામ્યા. શાસનના આધાર ઉપર જ આપણામાં અંશે પણ દયા, દાન, જિનભક્તિ, વ્રત, પચ્ચકખાણ તત્વજ્ઞાન વગેરેને સ્થાન મળ્યું. એથી આપણે પરલોક સુધરવાને! એમાં સારા આગળ વધવાથી તે ભવના ભવ સુધરવાના! કેટલે મહાન ઉપકાર જૈનશાસનને! એવા જૈનશાસનની જત બધે ફેલાતી રહે એવા કાર્ય, તે પ્રભાવના કહેવાય. બીજાઓ જિન ધર્મ પામે, વ્રત પામે, પચ્ચખાણ પામે જિનના ભક્ત બને. સાધુના ભક્ત બને છેવટે એટલું ય થાય કે “અહે કે સુંદર જૈનધર્મ !'-આ માટે જે જે કાર્ય કરાય તે શાસનપ્રભાવના. જિનભકિતના ઉચ્છવ -મહેચ્છવ, ગુરુના પ્રવેશેત્સવ, સંઘયાત્રાદિ મહાન ધાર્મિક કાર્યકમે–એ બધું પ્રભાવના કરનારૂં થાય. જાહેર પ્રવચને, જૈનધર્મના પુસ્તકે, લખાણોને પ્રચાર; દયા-દાનના કામો વગેરે શાસનપ્રભાવના છે, પૂજા ભણાવે છે, ત્યાં બહાર દરવાજે જૈનેતરોને પણ ગળ સાકરના પડીકા વહેંચે તે તે પણ શાસન-પ્રભાવના કરશે. લેક કહેશે કે સરસ આમને ધર્મ !
(૧૧) મોક્ષસુખની પ્રીતિ –
જુઓ ત્યારે ઉપર કહેલા ધર્મના બધા પ્રકારોનો પાયો છે મેક્ષસુખને અખંડ રાગ. પ્રેમ મેક્ષસુખને છે, સહજ