________________
૨૭૬
પ્રેમ ! શાથી ? એ બધુ વૈઠરૂપ છે, દુઃખમિશ્રિત છે, નવા દુઃખને નાતરનારૂ છે. જીવને સંસારભ્રમણમાં જકડી નાખનારૂ છે. જગતના સુખ ઝાંઝવાના નીર જેવા. વાસ્તવમાં કાંઇ ન મળે. એ આત્માના સુખ નથી. નહિંતર તે એ શાના ઉડી જાય ? એ પુદ્ગલના સુખ છે; તે પણ સચૈાગ પરિસ્થિતિ વગેરેને આધીન છે. માટે સચેગ બદલાતા એને ઉડી જતાં વાર નથી લાગતી. આ બધું સમજીને દુનિયાનું દેખીતુ સારૂં' વૈભવી સુખ પણ ઝેર જેવુ લાગે છે; એ બધાના અભાવમાં રહેનારૂં મેાક્ષસુખ પ્યારૂ' લાગે છે.
ત્રણ ખંડના માલિક મહાસમૃદ્ધિમાન કૃષ્ણ વાસુદેવના લાડીલા ભાઇ ગજસકુમાલને શ્રી નેમિનાથ પ્રભુના વચનથી કૃષ્ણના ઘરની એ બધી સુખસમૃદ્ધિ ઝેર જેવી ન લાગી હોય, મેાક્ષસુખની ભારે લગની ન ઉઠી હાય, તે એકદમ જ ચારિત્ર ગ્રહણ, તરત જ શ્મશાને કાઉસ્સગ્ગ ધ્યાન અને એટલામાં જ સાથે ધીખતા અંગારાથી સળગાવી નખાવાના ઉપદ્રવનું સહ સહન શી રીતે થાય ?
૧૨. અનાયતન વન =
મેાક્ષસુખની ઉછળતી પ્રીતિના ભાવનાધની સાથે અનાયતનનું વનના ધમ આરાધવાના છે. દાન-શીલતપમાં આ કરે, આ કરે' એમ કરવાનું ઘણું આવ્યું પણ એની સાથે, જ્યાં જ્યાં એને ભય ઉભા થાય એમ છે, એવા સ્થાનને છેડવાની પણ જરૂર છે. તેની વાત અહીં