________________
૩૦૫
આવડત મૂકી, પિતાની કિંમત ભૂલી ગયે, હવે તે ગુરુને આગળ કર્યા. કિંમત ગુરુની કરી, આવડત-અક્કલ બધું ગુરુમાં જ માન્યું. એટલે કહે છે કે “આપને આત્મા એજ મારે આત્મા. આપનું જ્ઞાન એ જ મારું જ્ઞાન, આપને વિચાર એ જ મારે વિચાર, આપની ધારણા તે જ મારી ધારણા.” દુનિયામાં સ્વાર્થની રૂએ આવું કરનારા માણસે પડ્યા છે.
જ્યાં દેખાય છે કે “અહિંયાં સ્વાર્થ સરે છે. તે શું કરે ? “શેઠ સાહેબ! મારે તે બધું આપ જ છે! આપ કહેશે તેમ હું કરીશ ! આપની જે વિચારણા, ધારણ તે જ મારી વિચારણા-ધારણ...” પણ આ કરવા માટે એ શેઠને દીન, એશિયાળે બને છે, અને ભવ-સંસાર ઉભું રહે છે, આત્માનું નિઃસ્વાર્થ ભાવે ગુરુને સમપણ કરવામાં ભવ કપાય છે, અનંતકાળનું એશિથાળાપણું ટાળે છે, અને સાચી સ્વાધીનતા સ્વાતંત્ર્ય મળે છે.
ગુરુ ત્યાગી છે, ગુરુ સંયમી છે, એટલે ગુરુને અર્પણ કર્યા પછી ગુરૂની જે અનન્ય આસ્થા અને સેવાભકિત કરાય તેનાથી પાપ ખપે અને આત્મા ઉજજવલ થાય. તેમાં નવાઈ નથી. પાપી અને મોહાંધ એવા દુનિયાના મનુષ્યની સેવા પાપને મેહ વધારે, ધમી અને નિર્મોહી એવા ગુરુઓની સેવા ધર્મ વધારે, ને પાપને નાશ કરે. માટે તે મેટા સમ્રાટ રાજાઓ પણ ત્યાગી ગુરુના ચરણે પડતા હતા, એમ સમજીને કે “આમની