________________
૩૧૭,
પછી શું શું પૂછવાનું મન ન થાય? અહીં તે “ધન ક્યાં દાયું છે?..... મને મંત્રીપદું કે રાજ્ય મળશે કે કેમ? મારી સામે કે દુશમન ઉભે નહિ થાય ને આરોગ્ય સારું રહેશે? મારું આયુષ્ય કેટલું?... આવું કાંઈ જ પૂછવાનુ મનમાં ય નથી આવતું. કેમકે આવા જ્ઞાની ગુરુ એટલે મહાદાતા, મહાપ્રકાશક, મહાન સંસાર સાગરેદ્વારક, અનંતકાળે ન મળેલું દેનારા! એટલે આવા ગુરુ મળે તે તુચ્છ વસ્તુના ઉકેલ પૂછવાને બદલે મહાન ગંભીર અને મહાહિતકારી દુર્લભ વસ્તુ અંગે પૂછાય. વાંધા એ છે કે “આપણે આત્મા સંસારમાં ફ શા માટે કર્મને ભાર અને માર જ શા માટે?” એના મૂળ પૂછવાનું નથી આવડતું. ને મામુલી વાંધા-વચકા પૂછાય છે! “હે મહારાજ, મારા એકી કલમે રૂપિયા ૫૦ હજાર કેમ ગયા?” પણ અહીં તે જ્ઞાની કહી દે કે સંસાર છે માટે જ. દુનિયાના બધા વાંધાનું કારણ? સંસાર ! માટે સંસાર એજ માટે વાંધો છે. એ કાઢવા માટે પૂછી લેવા દે કે “ધર્મ એટલે શું?” એ કહેવામાં આવ્યું, તે પાછે સાંભળીને ચાલવા ન માંડે. ઉલટું વધુ આકર્ષા. મનને થાય છે.
જે આ ધર્મ હોય તે તે એ સાંગોપાંગ ધર્મ સંસારમાં બેસીને ન કરી શકાય. શું ઘરમાં બેઠે પાંચ મહાવત પળાય? આવું વિચારી એની મેળે કહે છે કે એ માડે તો જીવન ઘરવાસના ત્યાગનું જોઈએ. પાછો હુંશીયાર એટલે પુછે છે કે,