________________
૩૧૮
“હે પ્રભુ! એની કેઈ લાયકાત હશે કે નહીં?'
ગુરુ લાયકાત કહે છે. લાયકાત એટલે કઠિનાઈ. બીક નથી રાખતા કે એ સાંભળી પાછે ઘર ભેગો થાય નહિ! કઠિનાઈ બતાવે છે. તે અહીં પ્રશ્ન થાય કે એને શું ગુરુને તાણ પડે છે? ના, એ પોતે જ પૂછે છે, શું છેવટે ઉપસંપન્ન જોઈએ ને? તે હું આપને મારો આત્મા સેંપી દઉં છું આટલે સુધી આવનાર આત્માના ચિત્તમાં વૈરાગ્ય કેટલે બધે દઢ ? જિનવચનથી દિવ્ય અજવાળાં થયાં. એમાં દેખાયું, મેહના ચાળા, કે ક્રોધાદિ લાગણુઓ વગેરે ક્રૂર કસાઈઓ છે. છરા લઈને ઉભા છે. જીવને જાણે કહે છે “તું અમારા સકંજામાં આવતને ભેંકી દઈએ.” કષાયની લાગણીઓ, વિષયના વિકારે, ને મોહના ચાળા કરનારે આત્મા બને કે છરા ભેંકાઈ જાય છે. એની વેદના દીર્ઘ કાળે પણ મટતી નથી. દુર્ગતિને ઘર ત્રાસ, પરમાધામીના સાંભળી પણ ન શકાય એવા ત્રાસ દીર્ઘકાળ સુધી માટે નહીં! એટલે શિખીકુમારને હવે સંસારવાસ ખપતે નથી.
ચેતવણું - અહીં કેટલાકને એમ થાય છે કે,
પ્ર—આ બધે ઉપદેશ તે જેને ચારિત્ર લેવાની તૈયારી હોય તેવું હોય. એને માટે એગ્ય છે. પણ એ બીજાને શું કામ?
ઉ૦–પ્રશ્ન યોગ્ય છે. પણ તે પછી એટલું સમજી રાખે કે આ ઉપદેશ જીવનમાં વૈરાગ્ય અને આત્મદષ્ટિ