________________
૩૪
આચાર્ય મહારાજ શિખીકુમારને કહે છે. “તું એની ભાવના રાખે છે તે એગ્ય છે! સાધુપણું જ રાખવા લાયક છે. સંસારવાસ નહિ. તને આ ભાવના થઈ, એ સરસ થયું, પણ સમજજે કે એ ઘણું દુષ્કર! હવે દુષ્કરતા બતાવે છે!”
ત્રણ રસ્તા – પહેલી વાત કહી તેનાથી સંસારવાસ ભયાનક લાગે છે. સંસારવાસની કુટિલતા સંસાર જાળવી બેસી રહેવા માટે પૈસા હાથમાં લેતાં! સારૂં રૂપ જોતાં? મૂર્ખાઈ નહિ? હૈયે શું અલિપ્તતા દેખાય છે? ના, એ તે કંઈ દેખાતું નથી. એટલે સંસારવાસ ભયાનક સમજવા છતાં હજી એ ત્યજવાની પાછળની વાત કઠિન લાગે છે. તે લેવાય એમ નથી, તે બન્નેની વચ્ચે રસ્તે લેવાને. દા. ત: કેઈ નગર જવાના બે રસ્તામાંથી “કઈ કહે કે એક રસ્ત એ. છે કે તે ટુંકે છતાં એના પર કાંકરા બહુ આવે છે બીજે રસ્તે એથી લાબે અને ઓછા કાંકરાવાળે છે. ત્રીજે તે વાઘ-વરૂને, વનને માર્ગ છે. તેમ અહિં કાંકરાવાળે માર્ગ તે સાધુપણાને. તે ટૂકે છે. વચલે માર્ગ તે દેશ વિરતિને છે, અને ત્રીજો વાઘ-વરને માર્ગ સંસારવાસને છે એ ત્રીજો માર્ગ ન ગમતું હોય તે વચલે માર્ગ તે લેવાય કે નહિ? એ જે લેવાય તે ગૃહસ્થપણું પણ ગુણેથી એવું સુશોભિત બનાવાય, દેવગુરુની ભક્તિના પ્રકારેથી એવું રળીયામણું બનાવાય કે તેમાં આગળ વધતાં સર્વ વિરતિ માર્ગ ઝટ હાથમાં આવી જાય ત્યાં આત્માને ગુણથી ઝગમગ પ્રકાશિત કરાય દેવગુરુની ભક્તિના અનેક