________________
૩૧૩ આચાર્ય મહારાજને એ કહે છે, “પ્રભુ! સોળ ગુણે કરી સાધુપણુની ગ્યતા બહુ સુંદર રીતે આપે સમજાવી! ખરેખર લાગે છે કે આ આત્મા હોય તે જ સાધુપણાને
ગ્ય ગણાય. એમાં આપ કહો છો કે “આત્મા સમુપસંપન્ન જોઈએ તે હું આપને સમુપસંપન્ન છું.”
ઘરમાં ધન સંપત્તિને તોટો ન હતે. દુનિયાની દષ્ટિએ મંત્રીપુત્ર તરીકેનું માન હતું. આવી સ્થિતિમાં પણ-માતાનું હૃદય મારા તરફ નાખુશ છે, મારાથી એને કલેશ છે, તે આ ઘરમાં રહેવું જરૂરી નથી,-એમ વિચારી ઘર મૂકી નીકળી પડ્યો. આચાર્ય મહારાજ પાસે આવ્યું. તે એમની અમૃતવાણી સાંભળી થયું કે-“આ ઘર ને માતપિતા સાથે રહેવાનું તે શું, પણ સમસ્ત સંસારમાં રહેવાનું નકામું છે.” આચાર્ય મહારાજની દેશના સાંભળી એને વૈરાગ્ય ખૂબ વધી ગયે, એટલે પિતાને નિર્ધાર આચાર્ય ભગવંતને જણાવી દે છે, “પ્રભુ! આપ જ મારે શરણ છે, આપને હું સમુસંપન્ન છું. આ માટે નિર્ધાર છે.” આચાર્ય મહારાજ વિચારે છે કે-“આ જીવ ઝીણામાં ઝીણા પ્રશ્નમાં પણ વિચારું છે ! એને ચહરે પણ અત્યંત પ્રસન્ન છે. એનું રૂપ, એની મુદ્રા, એને શરીરને દેખાવ પ્રશાંત–ઉપશાંત છે! ઉપશમથી ભરેલ છે ! એના શરીર પર મેહના વિકારે નથી દેખાતા કષાથની લાગણીઓ નથી દેખાતી.”
અશાંતિનું મૂળ : વિષય વિકાર-કવાયની લાગણું –