________________
૩૦૬
જે સેવા થાય તે પાપના ક્ષય અને આત્માના હિત માટે થશે, જ્યારે દુનિયાની ઉઠાવેલી મેહમય વેઠ પાપની અને દુઃખની વૃદ્ધિ માટે થશે.
સમકિતીને કુટુંબની સેવાના કેડ નથી હોતા. કેમકે સમજે છે એ કે “આમ તે આ પાપનું પિષણ કરવાનું છે. તેથી આ બધાને કુટુંબી નહિ. પણ સાધમિ બનાવી દઉં. દિકરા-દિકરીને દિકરા-દિકરી તરીકે ન પિછું, પણ સાધર્મિ તરીકે વુિં કે જેથી આગળ વધીને તેઓ સારા શ્રાવક અને સાધુ બને; જૈન ધર્મના મહાન ઉપાસક બને.” તેમ પતિ પત્નીની સાથે કે પત્ની પતિની સાથે સાધર્મિ તરીકે વ્યવહાર રાખે તે પાપ સંબંધમાંથી ઘણે બચાવ મેળવી શકે.
બાકી તે ક્યાં મેહના સગાની સેવા ! ને ક્યાં ગુરુની સેવા? ગુરુની સેવા પાપને ઘટાડનારી બને છે. જૈન શાસનના ગુરુએ ત્યાગી અને સંયમી હોય છે. તેથી તેઓ જાતે પવિત્ર જીવન જીવવા ઉપરાંત જગતને ત્યાગ અને સંયમ શીખવે છે; શાસ્ત્રોના જ્ઞાનનું દાન કરે છે. મેક્ષમાર્ગના મહાન આરાધક ગુરુ છે, તે પિતાના શરણે આવેલાઓને મોક્ષમાર્ગની જ આરાધના કરાવે છે. આ સ્થિતિમાં એવાએને ઉપસંપન્ન થવામાં સમર્પિત થવામાં આત્માની દીનતા વધે કે આત્માતેજ વધે? કર્મની પરાધીનતા વધે કે કર્મ માંથી છૂટકારે મળે?