________________
૩૦૮
બંધાયે તે. “ બંધાયેલે નથી.” એમ માને, છતાં પરમાર્થ કરવાનો અવસર આવે, ધર્મ સાધવાને અવસર આવે ત્યારે કહે કે મારે “આને પૂછવું પડશે, આ ના કહે છે માટે નહિ થાય એને શું અર્થ? ક્યાં રહી સ્વતંત્રતા? સ્વતંત્રતા સાચી એનું નામ કે સુકૃત આચરવામાં કે ઈના નડતર નડતા ન હોય. “સ્વતંત્ર છું” એમ કરીને દુષ્કૃત વધારે તે તે સ્વતંત્ર નહિ, પણ સ્વચ્છંદી કહેવાય.
રાત્રે ભરવાડે ઘેટાઓને વાડામાં પુરી રાખ્યાં. ત્યાં એક ઘેટાને ચળવળાટ થયો કે “અમને કેમ અંદરમાં પૂર્યા? પિલે કૂતરે બહાર કે લહેર કરે છે!” આમ વિચારી રાત્રે છીંડા વાટે બહાર નીકળી ગયું. સ્વતંત્રતા મલી કે નહિ? જંગલની વાટે ચાલવા માંડ્યું. “આહા! કેવી મઝા આવે છે! ચાંદની ખીલી રહી છે! હરિયાળી વનરાજી છે!” આમ ખુશી થાય છે, ત્યાં તે ભૂખ્યું વરુ આવ્યું, ને બચીમાંથી બકરાને પકડ્યું...
આ સ્વતંત્રતા કેવી? માને છે કે “હું સ્વતંત્ર છું, તે સ્વતંત્રતાને ઉપગ સુખમાંથી દુઃખમાં પડવાને હોય? તે એ સ્વતંત્રતા નહિ, પણ સ્વચ્છંદતા કહેવાય.
ગુરૂ પાસે ઉપસંપન્ન બનનાર આત્મા આ વિચારે છે કે “હું સંસારમાં સ્વછંદપણે ચાલતું હતું, મારું મન આમ કહે છે... મને આમ લાગે છે. મને આમ દેખાય છે, હુંય સમજદાર છું. સ્વતંત્ર છું. આ ધરણે